શિહોર પીપળીયા ગામે વૃધ્ધ પર જીવલેણ હુમલો કરનાર 4 આરોપીની પોલીસે કરી ધરપકડ

Shihor Crime News: ગુજરાતમાં અસામાજિક તત્વોનો આંતક દિવસને દિવસે વધી રહ્યો છે.વાત કરીએ તો સિહોર તાલુકાના પીપળીયા ગામે અસામાજિક ઈસમો (Shihor Crime News) દ્વારા અવારનવાર નિર્દોષ લોકોને માર મારવાની ઘટના સામે આવી ચુકી છે.હજુ થોડા દિવસ અગાઉ જ સૌ સામાન્ય બાબતમાંથી એક વૃદ્ધને કેટલાક અસામાજિક ઈસમો દ્વારા માર મારવામાં હતો. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. પરંતુ તેઓની ધાકધમકીના કારણે પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી.

પીપળીયા ગામમાં 28 ફેબ્રુઆરી 2025ના રોજ 74 વર્ષીય પોપટભાઈ લીંબાભાઈ વઘાસીયા સાથે પશુ ચરાવવા મામલે 6 જેટલા ઈસમોએ બોલાચાલી કરી હતી. જે બાદ મામલો વણસી જતા આ ઈસમોએ વૃદ્ધ પર જીવલેણ હુમલો કર્યો હતો.જે બાદ તે વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને તે કોમામાં હોવાનું સામે આવ્યું છે.

જે બાદ આ ઘટના અંગે પોલીસને જાણ થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જે બાદ જિલ્લા પોલીસવડાએ પણ પીપળીયા ગમે લોક સંવાદ યોજયો હોવાનું સામે આવ્યું છે.તેમજ સુરતથી પણ અનેક અગ્રણીઓ સિહોર ખાતે પહોંચ્યા હતા.

આરોપીઓના નામ:
મયુર સાનિયા
નિલેશ સાનિયા
સાજન સાનિયા
ખેતાભાઈ સાનિયા

આ બાબલે પટેલ સમાજના અનેક અગ્રણીઓ પણ પીપળીયા ગમે પહોંચ્યા હતા.જો કે આ અંગે પોલીસે ફરિયાદ લઈને સામે આવેલા સીસીટીવીના આધારે તપાસ કરીને 4 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે.ત્યારે આ ઘટનાના પગલે ભાવનગર જિલ્લાના પોલીસ વડા ડોક્ટર હર્ષદ પેટેલે સિહોરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે કોઈએ પણ લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી.નાગરિકો માટે અમારી ઓફિસના દરવાજા હંમેશા ખુલ્લા જ રહેશે.તેમજ લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં રહી શકે તે માટે અમે હમેશા પ્રજાની સાથે છીએ તેવું પણ જણાવ્યું હતું.