એરફોર્સના જવાને મિત્રની સગીર પુત્રી સાથે ગુજાર્યો બળાત્કાર- જાણો ક્યાંની છે કલંકિત ઘટના

Published on: 5:18 pm, Thu, 1 July 21

હાલમાં એવા ઘણા કિસ્સા બંને છે જેમાં યુવતીઓ પર બળાત્કાર કરવામાં આવે છે. તે દરમિયાન એવી જ એક ઘટના સામે આવી છે જેમાં મિત્રતાના સંબંધમાં વિશ્વાસઘાત કરવામાં આવ્યો.

ગ્વાલિયરમાં એરફોર્સના એક જવાન છેલ્લા 6 વર્ષથી તેના જ મિત્રની પુત્રીની છેડતી કરતો હતો. જ્યારે તેણે યુવતી પર બળાત્કારનો પ્રયાસ કર્યો ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તે દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે, પાછલા 6 વર્ષથી એરફોર્સનો જવાન તેના મિત્રની પુત્રીને ત્રાસ આપતો હતો.

સગીર યુવતીના પિતા પણ એરફોર્સમાં જ હતા. ગ્વાલિયરના ગોલા મંદિર પાસે પિન્ટુ પાર્ક નજીક આવેલ એરફોર્સ કોલોનીમાં સગીર બાળકી અને આરોપીનો પરિવાર સામ-સામે રહેતા હતા. આરોપીની તે યુવતીના ઘરે અવર-જવર શરુ હતી. છોકરીના પિતાનો મિત્ર હોવાને કારણે, દરેક તેને સામાન્ય રીતે લેતા હતા.

એરફોર્સના જવાનો પર 6 વર્ષથી સગીરને પરેશાન કરવાનો આરોપ છે. આ વાત ત્યાં સુધી પહોંચી હતી જ્યારે તેણે યુવતી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવતીએ આખી વાત તેના પિતાને કહી હતી. સગીરના સંબંધીઓએ આરોપી એરફોર્સના જવાન સામે પોલીસ રિપોર્ટ નોંધાવ્યો છે.

પોલીસે છેડતીનો આરોપ લગાવીને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાને પણ તેના વિશે જાણ કરવામાં આવે. આ મામલે તપાસ ચાલી રહી છે, જે પણ સબુત બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.