Mansukh Rathor Arrest: બહુચર માતાજી સામે રાજકોટના શખ્શે અભદ્ર ટીપ્પણી કરી હતી. બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવાને લઈ આ અંગે મહેસાણા જિલ્લામાં એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજકોટના શખ્શ મનસુખ રાઠોડ(Mansukh Rathor Arrest) સામે કડી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તેના વિરુદ્ધ તપાસ શરુ કરી મનસુખ રાઠોડને પોલીસે પકડી પાડ્યો છે.
ભક્તોમાં જોવા મળ્યો ભારે રોષ
મહેસાણામાં આરાધ્ય દેવી માં બહુચર વિશે અશોભનીય ટિપ્પણી કર્યા બાદ હોબાળો મચ્યો હતો. સોશિયલ મીડિયામાં અશોભનીય ટિપ્પણી કરીને પોસ્ટ વાયરલ કરનારને મહેસાણા LCB, કડી પોલીસે ઝડપી પાડ્યો છે. પોસ્ટ કરનાર રાજકોટના મનસુખ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી. અશોભનીય પોસ્ટને લઈ માં બહુચરના ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મનસુખ રાઠોડને કડક સજા થાય એવી માંગ કરી
શખ્શે બહુચર માતાજી અંગે સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ કરી હતી અને જે વાયરલ થઈ હતી. આ અંગે ફરિયાદી યુવરાજસિંહે મીડિયાને બતાવ્યું હતુ કે, તેઓએ આ અંગે તેમને ટેલીફોનિક વાતચીત કરી હતી. આમ છતાં પણ તે શખ્શે વધારે અશોભનીય રીતના શબ્દો બહુચરાજી માતાજી અને અન્ય માતાજી અંગે વાપરવાને લઈ,
આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બહુચરાજીમાં ભક્તોને એકઠા થવા માટે સ્થાનિકોએ આહ્વાન કર્યું છે, આ અંગે બહુચરાજીના સ્થાનિક હર્ષદ પટેલે મીડિયાને જણાવ્યું હતુ. તેઓએ મનસુખ રાઠોડને કડક સજા થાય એવી માંગ કરી છે.
મનસુખ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી
બહુચર માતાજીના ભક્તોની લાગણી દુભાવાને લઈ આ અંગે મહેસાણા જિલ્લામાં એક ભક્ત યુવરાજસિંહ સોલંકી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના બાદ કડી પોલીસ દ્વારા રાજકોટના મનસુખ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App