ચોરી-લુંટના અનેક બનાવો રોજબરોજ નોંધાઈ રહ્યા છે, પરંતુ હાલ આ નરાધમોએ ભગવાનના ઘરને પણ નથી મુક્યા. ચરમસીમાએ પહોચેલા કળયુગના દર્શન કરવાતી ઘટના હાલ દિલ્હી માંથી સામે આવી છે. ચોરોએ ભગવાનના મંદિરમાંથી મૂર્તિ પર પહેરાવેલા ઘરેણા ચોરી કરી લીધા હતા.પોલીસે મંદિરમાં થયેલી ચોરીના આરોપમાં રામ ચંદ્ર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જ્યારે પોલીસે આરોપી રામચંદ્રને પકડ્યો ત્યારે તેની પાસેથી ભગવાનની મૂર્તિઓમાંથી ચોરેલા ઘરેણાં મળી આવ્યા હતા. તાંબાનો બનેલો શેષનાગ, દાન પત્ર પણ મળી આવ્યું હતું. આરોપી છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો.
27 જુલાઈના રોજ ઉત્તમ નગર પોલીસ સ્ટેશનને ફરિયાદ મળી હતી કે વૈષ્ણવ માતાના મંદિરમાં ચોરી થઈ છે. ફરિયાદના આધારે પોલીસે ચોરીની કલમો હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે પહેલા મંદિર અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી હતી. બાતમીદારોની પૂછપરછ કરવામાં આવી અને પછી આરોપીની ઓળખ થઈ.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે આરોપી રિક્ષામાં બેસીને ક્યાંક જઈ રહ્યો છે. પોલીસે આરોપીને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીનું નામ રામચંદ્ર છે. તે જે રિક્ષામાં મુસાફરી કરતો હતો તે પણ ચોરાયેલી હતી. પોલીસને આરોપી પાસેથી શેષનાગ અને તાંબાના બનેલા મંદિરનો દાન પત્ર પણ મળ્યો હતો. પોલીસ સતત તેની પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.