સુરતમાં દુકાન બહાર પડેલા દુધના આખેઆખા કેરેટ લઈને ફરાર થયા ઈસમો- જુઓ ઘટનાનો LIVE વિડીયો

સુરત(Surat): શહેરમાં ક્રાઈમ(Crime) દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. હત્યા(Murder), ચોરી(theft), લુંટ, દુષ્કર્મ વગેરેના કિસ્સાઓ ખુબ જ વધતા જણાઈ રહ્યા છે. ત્યારે હાલ તો દૂધ ચોરી થવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, બેકરીની બહાર રાખવામાં આવેલા દુધના કેરેટોની બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચોરી કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેના આધારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના ડીંડોલી વિસ્તારમાં દૂધ ચોરી થવાની ઘટના સામે આવી છે. અહીં, ડિંડોલીના પ્રયોશા પ્રાઇમમાં આવેલ ધનશ્રી બેકરી નામની દુકાનની બહાર દુધના કેરેટ મુકવામાં આવ્યા હતા. ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓ મોપેડ ગાડી પર આવી દૂધના કેરેટ લઇ ફરાર થઈ ગયા હતા.

જાણવા મળ્યું છે કે, આ પહેલા પણ આ જ દુકાનના બહારથી દૂધ ચોરીની ઘટના બની હતી. ત્યારે હાલ ફરી વાર આ જ દુકાનમાં દુધની ચોરીની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેના આધારે હાલ ડીંડોલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *