ગુજરાત રાજ્યમાં અવાર નવાર ખૂની ખેલ સર્જાતા હોય છે. રાજકોટ જીલ્લાનાં મોરબી રોડ પર વારિયા ક્વાર્ટરમાં રહેનાર ભાવેશ કાળુભાઈ ચણિયારા નામનાં એક યુવકની હત્યા થવાથી ચકચાર મચી ગઈ છે. ભાવેશ નામનાં આ યુવકની હત્યા બીજા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ તેનાં જ કૌટુંબિક બનેવી મહેશે કરી હોવા અંગેનું પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું છે. ભાવેશનાં બહેન ટપુબેનનાં પતિ દ્વારા આ યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. બહેન પણ આશંકાનાં દાયરામાં છે.
પોલીસ દ્વારા તેની અટકાયત કરીને પૂછપરછ ચાલુ કરવામાં આવી છે. જ્યારે મહેશની બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. મહેશ દ્વારા ગઈકાલે બપોરે ભાવેશને છરીનાં ઘા મારીને મારી નાંખ્યો હતો. બાદ ભાવેશને ખાનગી હોસ્પિટલમાં લઈ જાવ છું તેવું કહીને લોહી નીતરતા શરીરે રિક્ષામાં ફેરવ્યો હતો. બાદ સિવિલ હોસ્પિટલે લઈ જતા ફરજ પરનાં તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી.
પોલીસ દ્વારા ભાવેશનાં લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને બન્ને અપરાધીઓની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાંચ PI વી.કે. ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અત્યારે 2 અપરાધીની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ કાયદેસરનાં પગલાં લેવામાં આવશે. ભાવેશનાં સગા દ્વારા આરોપ સાથે જણાવ્યું કે, ભાવેશ તેનાં દૂરનાં બહેન ટપુબેન તેમજ બનેવી મહેશની સાથે રહેતો હતો. છેલ્લા ઘણા સમયથી તે બેરોજગાર હતો. તારીખ 21નાં ગુરૂવારે બપોરે જ્યારે તે ઘરમાં ગયો તેનાં એકાદ કલાકમાં રિક્ષા બોલાવીને ફેરવવા લઈ ગયા.
સિવિલ હોસ્પિટલમાં ભાંડો ફૂટી ગયો હતો કે, ભાવેશની હત્યા થઈ છે. મહેશ રાજકોટ જીલ્લામાં ઈમિટેશન જ્વેલરીનું કામ કરે છે. બપોરે સાળા બનેવીમાં કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. જેનાં લીધે મહેશ દ્વારા ભાવેશને ઘરમાં પૂરીને માર મારવામાં આવ્યો હતો. ભાવેશને છાતીનાં ભાગ પર છરીને ઊંડો ઘા વાગી ગયો હતો. જ્યારે શરીરનાં બીજા ભાગમાં છરીથી કાપા પડ્યા હતા. અગાઉ ભાવેશને મધુરમ હોસ્પિટલ લઈ જવાયો પછી ગોકુલ હોસ્પિટલ તેમજ બાદ ધરાસર હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો.
ત્યાંથી છેલ્લે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. સિવિલનાં ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરતા બનેવીને પેટમાં ફાડ પડ્યો. સંત કબીર રોડ પર સાઈડમાં રિક્ષા ઊભી રાખવામાં આવી હતી. બાદ રિક્ષામાં રહેલા ભાવેશને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવેશનાં ત્રણ ભાઈઓ તેમજ ત્રણ બહેનો હતી. તેનાં પિતા કાળુભાઈ મજૂરી કામ કરે છે. આ આખા બનાવને લઈને રાજકોટ જીલ્લામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા બન્નેનાં ઘરે પણ તપાસ ચાલુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle