વિશ્વમાં સૌપ્રથમવાર બની આ ઐતિહાસિક ઘટના: 16 માસની બાળકીનું બ્રેન-ટ્યૂમર નાકમાંથી કાઢીને કર્યું સફળ ઓપરેશન

અવારનવાર ડોકટરો ઓપરેશન કરતાં હોય છે પરંતુ હાલમાં જેને લઈ ઘટના સામે આવી છે એ વિશ્વમાં સૌપ્રથમ વાર બની છે. ચંદીગઢ PGIના ડોક્ટરોએ ઉત્તરાખંડની 16…

અવારનવાર ડોકટરો ઓપરેશન કરતાં હોય છે પરંતુ હાલમાં જેને લઈ ઘટના સામે આવી છે એ વિશ્વમાં સૌપ્રથમ વાર બની છે. ચંદીગઢ PGIના ડોક્ટરોએ ઉત્તરાખંડની 16 માસની બાળકી અમાયરાની બ્રેન-ટ્યૂમર નાકમાંથી કાઢવામાં આવી છે. આટલી નાની ઉંમરના દર્દી પર આવાં પ્રકારની સર્જરી કરવામાં આવી હોય એવી આ સૌપ્રથમ સર્જરી છે.

ટ્યૂમર 3 સેમીની હતી. આ દર્દીની ઉંમરના હિસાબથી ખુબ મોટી છે. વર્ષ 2019માં સ્ટેનફોર્ડમાં 2 વર્ષીય બાળક પર આવાં પ્રકારની સર્જરી કરવામાં આવી હતી. 6 જાન્યુઆરીનાં રોજ ટીમે સતત 6 કલાક સુધી સર્જરી કરીને આ ટ્યૂમરને કાઢવામાં આવી હતી.

હાલમાં તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેને શુક્રવારનાં રોજ એટલે કે, આજે ડિસ્ચાર્જ કરવામાં આવી છે. અમાયરા મૂળ હરિદ્વારાની રહેવાસી છે. દેખાતું ન હોવાને લીધે ફરિયાદની સાથે આ બાળકીને PGIને રિફર કરવામાં આવી હતી. આ ઘટના સૌપ્રથમવાર બની છે.

અમાયરાના પિતાએ જણાવ્યું: મફતમાં થઈ સર્જરી
અમાયરાના પિતા કુર્બાન અલી કપડાંની દુકાન ચલાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ વાત 20 ડિસેમ્બરની છે. સાંજનાં 4 વાગ્યે અમાયરા સૂઈને જાગી ત્યારે માતાએ તેને ખોળામાં લઈને ચિપ્સ ખવડાવવાનો પ્રયાસ કર્યો હતો. ચિપ્સ પકડવાનાં પ્રયત્નમાં તે આમતેમ હાથ મારવા લાગી હતી.

અમે 23 ડિસેમ્બરે જ PGI આવી ગયા. અહીં ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સર્જરી જ એનો ઉપાય છે તેમજ તે પણ નાકમાંથી કરવી પડશે. મેં જણાવ્યું હતું કે, ડોક્ટર સાહેબ, જે કરવું હોય એ કરો પણ મારી છોકરીને સાજી કરી દો. ઓપરેશન કર્યાં બાદ હવે અમાયરાને દેખાવવા લાગ્યું છે. મારી પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હતું. દવાઓ તથા નાના-મોટા ખર્ચની સિવાય સમગ્ર સર્જરી મફતમાં થઈ ગઈ છે.

હીરાની ડ્રિલથી બીજો રસ્તો બનાવ્યોઃ ડો.રિજુનીતા ગુપ્તા
સર્જરીની એક રાત અગાઉ જ હું વિચાર કર્યો હતો કે, આ પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ કરવી. બાળકી માટે ખાસ પ્રકારનાં નાનાં હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ 2.7 મિમીના પીડિયાટ્રિક એન્ડોસ્કોપનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. માઈક્રો ઈયર સર્જરી ઈન્સ્ટ્રુુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પડકારજનક બાબત તો એ હતી કે, બાળકીના નશકોરા 5 મિમીનાં હતા તેમજ કેટલાંક ઉપકરણોનો એકસાથે ઉપયોગ થવાનાં હતાં. બ્રેન ફ્લૂઈડ(મગજનું પાણી) બહાર આવવાનું પણ જોખમ રહેલું હતું. આની માટે નેજો પેપ્ટલ ફ્લેપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એને આટલા નાના બાળકના નાકની અંદર લઈ જવા તેમજ રિપેર કરવા આસાન ન હતા.

સાઈનસ ડેવલપ થયું ન હતું, જોકે હીરાની ડ્રિલથી બીજો રસ્તો બનાવવામાં આવ્યો હતો. નેવિગેશનની પણ ખુબ જરર હતી. કારણ કે, થોડી બેદરકારીથી બ્રેનની વેસલ્સને નુકસાન થવાની સંભાવના રહેલી હતી. કમ્પ્યુટરની મદદથી સતત જોતા રહ્યા હતાં કે, વેસલ્સને નુકસાન પહોંચે નહિ કે. જ્યાં સુધી ત્યાં ન પહોંચ્યા ત્યાં સુધી ન્યુરો સર્જને આગળનું કામ સંભાળ્યું હતું. 

3 કલાક તો ટાર્ગેટ સુધી પહોંચવામાં લાગ્યાઃ ડો.દંડપાણિ એસએસ
બાળકીના બ્રેનના નીચેના ભાગમાં 3 સેમીની ટ્યૂમર હતી. ડોક્ટરની ભાષામાં એને ક્રેનિયોફ્રેનિંજિયોમાં કહેવામાં આવે છે. જો સ્કલ જોઈને કદાચ સર્જરી કરવામાં આવી હોત તો ભવિષ્યમાં મુશ્કેલી થાત. જેને લીધે નાક દ્વારા સર્જરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

6 જાન્યુઆરીએ સવારમાં 7.30 વાગ્યે બાળકીને ઓપરેશન થિયેટરમાં લાવવામાં આવી હતી. તેને એનેસ્થીસિયાનો ડોઝ આપવામાં આવ્યો હતો. સ્કલને નેવિગેશન દ્વારા કમ્પ્યુટર સાથે જોડવામાં આવી હતી.

સવારમાં 9 વાગ્યે ઓપરેશનની પ્રોસેસની શરૂઆત કરવામાં આવી હતી. નાકમાંથી બ્રેન સુધી પહોંચવા માટે ડ્રિલ કરવામાં આવ્યું હતું. કમ્પ્યુટર ટાર્ગેટ સુધી પહોંચવાનો રસ્તો બતાવી રહ્યું હતું. આટલી નાની બાળકીના હાડકાંઓ મેચ્યોર હોતાં નથી તેમજ નસ ખૂબ જ નાની હોય છે, એવા સમયમાં ટાર્ગેટ સુધી પહોંચવામાં 3 કલાક લાગ્યા હતાં.

બપોરનાં 12 વાગ્યા સુધીમાં અમે ટ્યૂમરના નાના-નાના ટુકડા કરીને નાકના રસ્તેથી બહાર કાઢવામાં આવી હતી. એમાં પણ 3 કલાકનો સમય લાગ્યો હતો. ત્યારપછી HD એન્ડોસ્કોપીથી અંદર જઈને જોયું તો બધું બરાબર હતું. અડધા કલાક બાદ બાળકીને ભાન આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *