DGPનો આદેશ પણ નથી માનતી પોલીસ? શાકભાજી વિક્રેતાઓની લારીઓ ઉંધી વાળી દઈ ફટકાર્યા

હાલમાં ચાલી રહેલા  Lockdown વચ્ચે અમદાવાદના Naroda માં Police ની દાદાગીરી સામે આવી છે જેમાં  Police એ શાકભાજીની લારીઓ ઉંધી વાળી દઈ વિક્રેતાઓને ફટકારતા નજરે પડી રહ્યા છે. પોલીસની આવી નિર્દયતા જોઇને ચારે તરફ આ કાર્યવાહીની ટીકા થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ DGP શિવાનંદ ઝા એ પોલીસ ખાતાને અપીલ કરી હતી કે મગજ શાંત રાખી કામ કરશો. સંવેદનશીલ બનીને ફરજ નીભાવો. લોકોને મદદરૂપ થવાની ભાવનાથી કામ કરો. જીવનજરૂરીયાતની કક્ષામાં આવતા શાકભાજી વિક્રેતાઓને શાકભાજી વેચાણ ની મંજુરી આપવામાં આવેલ હોવા છતાં આવી કાર્યવાહી થતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમુક લોકો પણ પોલીઝ દ્વારા અપાતી છૂટછાટ ને અવગણીને ખોટા બહાના બનાવીને બહાર રખડે છે જેથી પોલીસ સખ્તાઈ થી કામ કરે છે. પંરતુ વાઈરલ થયેલા વિડીયોમાં શાકભાજી વિક્રેતાઓ પાસે કોઈ ભીડ ન હોવા છતાં તેમણે નિર્દયતાથી મારવામાં આવ્યા હોવાનું દેખાય છે. જયારે અમુક વિક્રેતાઓનું શાકભાજી રસ્તા પર વેરવિખેર કરાઈ રહ્યું હોવાનું દેખાય છે.

આ ઘટના શા માટે બની તે તપાસનો વિષય છે. પરંતુ જો રક્ષક જ આવી રીતે આક્રમક બનશે તો સામાન્ય પ્રજાજનો પર કેમ આશા રાખી શકાય?

ગુજરાતમાં ઘણી એવી પણ ઘટનાઓ સામે આવી છે જેમાં ગુજરાત પોલીસની સેવા પ્રત્યેની નિષ્ઠા ને સલામ કરવી જોઈએ. પરંતુ અમુક ગણ્યા ગાંઠ્યા પોલીસ કર્મીઓની આવી કામગીરી થી સમગ્ર પોલીસ ખાતાની છબીને ઠેસ પહોચે છે.

આ પણ વાંચો: લોકડાઉન વચ્ચે સુરતના આ PI એ રસ્તા પર જઈ રહેલી ગર્ભવતી મહિલા માટે જે કાર્ય કર્યું તે જોઇને કહેશો ધન્ય છે… વાંચો વધુ

લોકડાઉન વચ્ચે સુરતના આ PI એ રસ્તા પર જઈ રહેલી ગર્ભવતી મહિલા માટે જે કાર્ય કર્યું તે જોઇને કહેશો ધન્ય છે… વાંચો વધુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *