અમદાવાદ(ગુજરાત): કેટલાક વ્યક્તિ પૈસા કમાવવાની લાલચમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હોટલમાં ગેરકાયદે કામ કરે છે. જેના અવારનવાર અનેક બનાવો જોવા મળતા હોય છે, ત્યારે આવો જ એક બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના એરપોર્ટ સર્કલ પાસે આવેલી માર્વેલ્સ ઇન હોટલમાં કુટણખાનું ચાલી રહ્યું હતું. જેમાં આ હોટલની આજુબાજુ રહેતા 2 દલાલો ગ્રાહકને શોધી તેમને લાલચ આપીને આ હોટલ સુધી લાવતા હતા.
આ ગ્રાહકને હોટલ માર્વેલ્સ ઇનનો મેનેજર તેના મોબાઈલમાં યુવતીઓના ફોટા બતાવીને તેમની કિંમત નક્કી કરતો હતો. તાનીયા નામની મહિલા આ હોટલમાં યુવતીઓને મોકલવાના બદલામાં કમિશન લેતી હતી. તે એરપોર્ટ સર્કલની નજીક જ રહે છે અને તે પણ કેટલાક ગ્રાહકને આ હોટલમાં મોકલતી હતી. આ મામલે પોલીસને માહિતી મળી હતી. જેથી પોલીસે આ આરોપીની ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે ટ્રેપ ગોઠવી હતી. પોલીસે આ બે દલાલ પાસે વેશપલટો કરીને નકલી ગ્રાહક બનીને ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસને આ દલાલો ગ્રાહક સમજીને હોટલમાં લઇ ગયા અને મેનેજર સાથે તેની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ નકલી ગ્રાહક બનેલી પોલીસને મેનેજરે યુવતીના ફોટા બતાવી ત્યારબાદ તેમણે તેની કિંમત પણ જણાવી હતી. આખરે પોલીસે તેમની ઓળખ આપી ત્યારે તેઓ રંગેહાથ પકડાયા હતા. સાથે પોલીસે હોટલના રૂમ ચેક કર્યા તો તેમાં ફોટા વાળી યુવતીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટ્રેપ ગોઠવીને તમામ આરોપીની ધડપકડ કરી છે. સાથે પોલીસ હોટલના માલિકની પણ પૂછપરછ કરી રહી છે. ગ્રાહકને હોટલ સુધી લાવવાના માટે આ દલાલોને 300 રૂપિયા જેટલું કમિશન મળતું હતું. જેથી આ દલાલો ગ્રાહકને લાલચ આપીને આ હોટલ સુધી લાવતા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.