વડોદરામાં પ્રસરી ઉઠી માનવતાની મહેક: દાગીનાથી ભરેલ પર્સ બસ કંડકટરે મૂળ માલિકને કર્યું પરત

વડોદરા (vadodara): પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પાડે એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. આ ઘટનામાં મહિલા દાગીનાને લઇ બહેનના સીમંત પ્રસંગમાં જઈ રહી હતી. વડોદરામાં એક મહિલા સિટી બસમાં પોતાનું કિમતી સોના ચાંદીના ભરેલું પર્સ ભૂલી ગઈ હતી.

ત્યારપછી કંડકટરને તે પર્સ પોતાની પાસે રાખી લીધું હતું. ત્યારપછી પર્સ ચેક કરતાં તેમાં 2.50 લાખ રૂપિયાની માતબર રકમના દાગીના હતા. એક પણ ખચકાટવિના કંટકટરે તે પર્સ મૂળ માલિકની ઓળખ કરી પાછુ કરી દીધું હતું. આમ, ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પર્સમાં 2.50 લાખ રૂપિયાના દાગીના હતા:
25 વર્ષની ગ્રીષ્માબેન પરમાર (Grishmaben Parmar) તેમના સંબધીની સાથે બસમાં સવારી કરતા હતા. આ દરમિયાન વડોદરા સિટી બસ સ્ટેન્ડ પર ઉતરી ગયા હતા પરંતુ તે પોતાનું સોના-ચાંદીના દાગીના ભરેલ પર્સ બસમાં જ ભૂલી ગયા હતા. બસમાં બીનવારસી હાલતમાં પડેલ પર્સ કંડક્ટરને હાથે લાગ્યું હતું.

આ પર્સ કંડક્ટર પ્રવીણભાઇ મીના તથા ડ્રાઇવર રહેમત ખાન પઠાણે મળીને સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવ્યું હતું કે, જ્યાં તેની ચકાસણી કરતાં કિમતી સોના-ચાંદીના દાગીનાથી ભરેલું તે પર્સ હતું. જેને કારણે પર્સને સાચવી મેનેજરે લોકરમાં મૂકી દઈને અસલી માલિકની રાહ જોઈ હતી.

ત્યારપછી પર્સને ભૂલી ગયેલ મહિલા ગ્રીષ્માબેન પરમાર હાંફળી ફાફળી થઈને તેની તપાસ કરતી બસ સ્ટેન્ડ પર ગઈ કે, જ્યાં સ્ટાફને આ અંગેની જાણ કરવામાં આવી હતી. મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ પૂરતી તપાસ કર્યા પછી મૂળ માલિક મહિલાને આ પર્સ પરત કરી દીધું હતું.

કંડકટરની ઈમાનદારી દાગીના પર ભારી પડી:
મહિલાએ કંડક્ટર પ્રવીણભાઇ મીના તથા ડ્રાઇવર રહેમત ખાન પઠાણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ સાથે મેનેજર નરેન્દ્રસિંહ રાણા પણ પોતાનાં સ્ટાફની પ્રમાણિકતાથી ગદગદ થઈ ઉઠયા હતા. તેમના સ્ટાફના ભરપેટ વખાણ કરતા જણાવ્યું હતું કે, બસમાંથી મોબાઇલ-પર્સ સહિત કેટલીક કિમતી ચીજ વસ્તુઓ મળતી હોય છે.

અમે પેસેન્જરની ઓળખ કરીને તેની વસ્તુઓ પરત કરી દેતા હોઈએ છીએ. આ ઘટના હજુ પણ એ વાત યાદ અપાવે છે કે, રૂપિયાની પાછળ માનવતા મરી પરવારી નથી હજુ પણ એવા કેટલાય લોકો છે કે, જેઓ ઈમાનદારીથી પોતાનું કામ કરતાં હોય છે તેમજ કંડક્ટર પ્રવીણભાઇ મીના અને ડ્રાઇવર રહેમત ખાન પઠાણ જેમ જ નીખરી ઉઠતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *