ગાંધીના ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં અવાર-નવાર કોઈને-કોઈ જગ્યાએ નબીરાઓ દારૂ પાર્ટી કરતા પોલીસના હાથે ઝડપાતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત ગાંધીનગર કોબા હાઈવે ઉપર આવેલ ક્રિષ્ના ફાર્મમાં બર્થડે પાર્ટીમાં વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હતી. અડાલજ પોલીસને આ વાતની બાતમી મળતાની સાથે જ ફાર્મ હાઉસમાં રેડ પાડવામાં આવી હતી. પોલીસે રેડ કરીને 13 યુવક અને 10 યુવતીને દારૂ પાર્ટી કરતા ઝડપી લીધાં હતાં. એક યુવકે પત્નીની બર્થડે પાર્ટી કરવા મિત્રોને ભેગા કાર્ય હતા. આ દરમ્યાન બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ કરવામાં આવી રહી હતી. પોલીસે રેડ કરતાં યુવકો દારુ પીધેલા મળી આવ્યા હતા, જ્યારે યુવતીઓ દારૂ પીધેલી ન હોવાથી તેમને પોલીસે પ્રાથમિક વિગત મેળવી જવા દીધી હતી.
40.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ફાર્મ હાઉસમાં પોલીસે રેડ પડ્યા બાદ અહીંથી વિદેશી દારૂની 5 ખાલી બોટલો, નાના-મોટા 38 ગ્લાસ, 9 કાર, 11 મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ ઉપરાંત 40.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને આ તમામ નબીરાઓ સામે મહેફીલ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અમદાવાદથી ગાંધીનગર બર્થડે પાર્ટી ઉજવવા માટે આ નબીરાઓ આ ફાર્મમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
મધ્ય ગુજરાતમાં આવેલ અમદાવાદમાં છેલ્લા 5 વર્ષથી વસવાટ કરતી યુવતી દિવ્યા પ્રિન્સ સાલેચાની બર્થડે પાર્ટીમાં પતિ સહિતના યુવકો દારૂની મહેફિલ માટે ભેગા થયા હતા. અડાલજ પોલીસ ઈન્સ્પેકટર ડી.એ.ચોધરીએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૂ સંદર્ભેના કેસ કરવા જાણ કરી હતી. મહિલા પોલીસે યુવતીઓને ચકાસતાં પ્રથમ દૃષ્ટિએ 10 યુવતી દારૂના નશામાં ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જેને પગલે પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો નથી. જોકે તેમનાં બ્લડ સેમ્પલ લેવાયાં છે, જેના રિપોર્ટના આદારે જરૂર જણાશે તો તેમનાં નામ પણ આરોપીઓમાં સામેલ કરાશે. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસે 13 યુવક સામે પ્રોહિબિશન એક્ટ, એપેડેમિક ડીઝીઝ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યાવાહી હાથ ધરી છે. અડાલજ પોલીસ ઈન્સ્પેકટર ડી.એ.ચોધરીએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૂ સંદર્ભેના કેસ કરવા જાણ કરી હતી.
દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા 13 નબીરાઓ
1.) હિતેશ રમેશભાઈ જૈન, 29 વર્ષ, બી-43 ઓર્ચિડ ગ્રીન, શાહીબાગ.
2.) પ્રિન્સ લલિતકુમાર સાલેચા, 27 વર્ષ, 16-1 ગિરધરનગર સોસા., શાહીબાગ.
3.) ભાવિન જયંતીભાઈ જૈન, 28 વર્ષ, 303-પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, શાહીબાગ.
4.) રાહુલ દિનેશભાઈ મહેતા, 28 વર્ષ, 1002-આદેશ્વર ટાવર, શાહીબાગ.
5.) અંકિત રમેશભાઈ જૈન, 28 વર્ષ, બી-301, કેદાર ટાવર, શાહીબાગ.
6.) શ્યામ નકુલ જૈન, 27 વર્ષ, 20-ચંદન ગાલા રામનગર, સાબરમતી.
7.) રોહન રમેશભાઈ જૈન, 28 વર્ષ, 4-રીટાપાર્ક, શાહીબાગ.
8.) જિજ્ઞેશ નરવીલલાલ જૈન, 31 વર્ષ, એ-92 ઓર્ચિડ ગ્રીન, શાહીબાગ.
9.) હર્ષ ભવરલાલ શાહ, 29 વર્ષ, બી-3 સોમ એપાર્ટમેન્ટ, શાહીબાગ.
10.) આદિત્ય અરવિંદકુમાર જૈન, 31 વર્ષ, એ-001 શગૂન જ્યોતિ એપા. શ્યામલ ચાર રસ્તા.
11.) ભાવેશ સુરેશભાઈ ભણસાલી, 25 વર્ષ, જી-23 ઓર્ચિડ ગ્રીન, શાહીબાગ.
12.) વિમલ મહાવીર જૈન, 26 વર્ષ, એ-601 અનમોલ ટાવર, શાહીબાગ.
13.) રોનક રાજેન્દ્રભાઈ શાહ, 31 વર્ષ, 133, સે-3 સર્વપરી સોસા. ઘાટલોડિયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle