Morbi Police Constable Bribe News: મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુ ગેટ ચોકીમાં ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ મકવાણાને ACBએ લાંચ (Morbi Police Constable Bribe News) લેતા પકડ્યા છે. ACBની ટીમે તેમની ધરપકડ કરી છે અને લાંચની 1.30 લાખની રકમ જપ્ત કરી છે.
આ લાંચીયાએ 2.30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી
અરજીનો નિકાલ કરવા માટે અરજદાર પાસેથી કુલ 2.30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. અરજદારે અગાઉ 1 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના 1.30 લાખ રૂપિયા લેતી વખતે હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ફરિયાદીએ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ્યો હતો. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી કરવામાં આવેલી હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપીએ આ કામનાં ફરિયાદી પાસે રૂપિયા બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરી હતી.
2, 35,000 લાંચ લેતા લાંચીયો ઝડપાયો
રકઝક્નાં અંતે રૂપિયા 2 લાખ 35 હજારની લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદીએ ફરિયાદ આપતા લાંચનું છટકું ગોઠવતા આરોપીએ ફરિયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા 2, 35000 લાંચની રકમ સ્વીકારી વર્ગ 3 પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ પકડાઈ ગયો હતો.
ACBની ટીમ હેડ કોન્સ્ટેબલને મોરબીના વીસી પરા વિસ્તારમાં ACB પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ કેસમાં PSI એ.એસ. શુક્લાને પણ પૂછપરછ માટે ACB ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. મોરબીમાં સરકારી કચેરીઓમાં લાંચની આ ઘટનાએ પોલીસ દળમાં ખળભળાટ મચાવી દીધો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App