Surat Hit and Run: સુરતના સચિન GIDC ઓવરબ્રિજ પર પોલીસ કોન્સ્ટેબલને અકસ્માત નડ્યો હતો. ડ્યૂટી પૂર્ણ કરીને વેસુ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમની ગાડી ડિવાઈડર (Surat Hit and Run) સાથે અથડાઈ હતી. જે દરમિયાન ગંભીર ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું
પરિવારમાં શોકનો માહોલ
મળતી માહિતી પ્રમાણે વેસુ પોલીસ મથકમાં રાજુભાઈ નાયકા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ સુરત જિલ્લાના મહુવાના વતની હતા. તેમના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
ઘરે પરત ફરતા થયો અકસ્માત
તેમના સબંધી કસ્તુર નાથુભાઈ પટેલે જણાવ્યું કે, રાજુ મારો સગો ભત્રીજો છે અને તે વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. તે સવારે નોકરી પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે સચિન જીઆઇડીસી ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ગાડીને ટક્કર મારી હતી જેમાં તેમની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ઈજા થતાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં આજે સવારે 5 વાગ્યે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેમની ઉમર 53 વર્ષ હતી.
વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરી પરથી ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયા તેમને સચિન ઓવર બ્રિજ પર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં રાજુભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. જેથી તાત્કાલિક તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, તેમનું મોત નીપજ્યું હતું.
ટૂંકી સારવારમાં મોત
108 એમ્બ્યુલન્સ મારફતે અકસ્માતગ્રસ્ત રાજુભાઈ નાયકાને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા નોકરીની શિફ્ટ પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહ્યાં હતાં. ત્યારે અક્સમાતમાં મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App