મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ઈન્દોર (Indore) માં પત્નીએ રંગીન મિજાજ પોલીસ કોન્સ્ટેબલ પતિની કરતુતનો પર્દાફાશ કરવાની અનોખી રીત અપનાવી. પત્નીએ પહેલા ફેસબુક પર નકલી નામથી આઈડી બનાવી હતી. આ પછી, પતિને રીક્વેસ્ટ મોકલી અને એક્સેપ્ટ થતા જ બંનેએ વાત કરવાનું શરૂ કર્યું. વાત કરતી વખતે પોલીસકર્મીએ તેની પત્નીને બીજી છોકરી સમજીને KISS અને S*Xની માંગણી કરતો. પરંતુ જયારે પત્નીએ સત્ય કહ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ઈન્દોરના સુખલિયાની રહેવાસી મનીષા ચાવંડના લગ્ન સત્યમ બહેલ સાથે 2019માં થયા હતા. થોડા દિવસો સુધી સત્યમે મનીષાને સારી રીતે રાખી, પરંતુ તે પછી ટોર્ચરનો ગાળો શરૂ થઈ ગયો. જે દિવસે પોલીસ જવાન તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. તે તેની પત્નીને નાની-નાની વાત પર કલાકો સુધી બાથરૂમમાં બંધ રાખતો હતો. કલાકો સુધી જમીન પર બેસાડી માર મારતો.
કંટાળી ગયેલી યુવતીએ તેના માતા-પિતાને ફરિયાદ કરી, જેના વિશે મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિની ફરિયાદ નોંધાવવામાં આવી. 28 નવેમ્બર 2020ના રોજ નોંધાયેલી એફઆઈઆરમાં એવું લખવામાં આવ્યું હતું કે પતિ તેમને ઘરમાં પેપર પણ નહોતો વાંચવા દેતો. આટલું જ નહીં દહેજમાં મહિલા પાસેથી સતત મોટરસાઇકલની માંગણી કરવામાં આવી રહી હતી. આ કેસમાં પતિની ધરપકડ કરવાના આદેશ પણ આપ્યા હતા. હાલ આરોપી જામીન પર બહાર છે. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
જ્યારે પીડિતા મનીષાને માતાના ઘરે રહેવા દરમિયાન તેના પતિ પર શંકા ગઈ, ત્યારે તેણે તેને નકલી ફેસબુક આઈડી બનાવી રીક્વેસ્ટ મોકલી. સોશિયલ મીડિયા પર પોતાને સિંગલ ગણાવનાર સત્યમ હવે રોજ આ મહિલા સાથે વાત કરવા લાગ્યો. પરંતુ તે નહોતો જાણતો કે તે તેની જ પત્ની સાથે વાત કરી રહ્યો છે. એક દિવસ ફેસબુક ચેટ પર પોતાની જ પત્નીને અન્ય યુવતી સમજીને પોલીસકર્મીએ કિસ સાથે સે*સની માંગણી કરી હતી. પીડિતાની પત્નીએ વોટ્સએપ પરની ચેટને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી હતી, જેના પર જિલ્લા અદાલતે નોંધ લીધી હતી.
પીડિતાના આરોપો પર ઈન્દોર જિલ્લા અદાલતે આરોપીઓ સામે પ્રોટેક્શન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. સોમવારે અરજી પર સુનાવણી કરતા કોર્ટે પતિને 2 લાખ રૂપિયા તેમજ ભરણપોષણ માટે દર મહિને 7 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.