370ના નામે વોટ માંગતા ભાજપના નેતાઓ હજુ પણ લાલચોક માં તિરંગો ફરકાવવા જઈ નથી શકતા- આજનો તાજો વિડીયો

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લાલચોકમાં ભારતનો ઝંડો ફરકાવવો એક મોટું સાહસનું કામ કહેવાય છે. પ્રધાનમંત્રી મોદી પણ ત્યાં ઝંડો ફરકાવવાનું પરાક્રમ કરી ચુક્યા છે. પણ હવે ૩૭૦ રદ્દ થયા બાદ આ પ્રદેશ કેન્દ્રના હાથમાં છે. ત્યાં કોઈ સ્થાનિક પક્ષ નથી છતાય હજુ ત્યાં ભારતીય લોકોને તિરંગો શા માટે નથી ફરકાવવા દેવામાં આવતો ? તે દેશના યુવાનોને સવાલ થઇ રહ્યો છે.

સમાચાર એજન્સી ANI પાસેથી મળતી વિગતો અનુસાર આજે સવારે કથિત રીતે ભાજપના કાર્યકર્તા તરીકે ઓળખ આપતા યુવાનો શ્રીનગરના લાલચોકમાં ભારતનો ઝંડો ફરકાવવા પહોચ્યા હતા પરંતુ આ યુવાનો કોઈ રાઈફલ લઈને અંધાધુંધી ફેલાવી રહ્યા હોય તે માફક પોલીસે આ યુવાનોને અટકાયતમાં લઈને બળજબરીથી પકડ્યા હતા.(વિડીયો જોવા બે વખત ક્લિક કરશો.)

આ યુવાનો ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા છે પોલીસ દ્વારા થયેલા આ કૃત્યને વખોડવામાં આવી રહી છે. ૩૭૦ના નામે વોટ લેનાર ભાજપ સરકાર હજુ પણ ત્યાં તિરંગો ફરકાવવા આવી રહેલા યુવાનોને સુરક્ષામાં રાખી નથી શકતી તે અંગે કેટલાય સવાલો ઉભા થયા છે.

આ યુવાનો શા માટે તિરંગો ફરકાવવા પહોચ્યા?
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના ત્રિરંગો નિવેદનમાં હોબાળો થયો છે. મહેબૂબાના આ નિવેદન પર ભાજપ આક્રમક છે. તે જ સમયે, ભાજપના કાર્યકરો કુપવાડામાં શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોકમાં પહોંચ્યા અને ત્રિરંગો લહેરાવવાની કોશિશ કરી.

જો કે, આ દરમિયાન ભાજપના કાર્યકરોને પોલીસે પકડ્યા હતા અને 4 ભાજપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તાજેતરમાં મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીરમાં કલમ ૩૭૦ પુન:સ્થાપિત નહીં થાય અને જમ્મુ-કાશ્મીરનો ધ્વજ પાછો નહીં મળે ત્યાં સુધી તે ત્રિરંગો પકડશે નહીં.

મહેબુબાના આ નિવેદને ભાજપે દેશદ્રોહી ગણાવી છે. પરંતું આ પહેલા ભાજપ PDP સાથે ગઠબંધનમાં સરકાર બનાવી ચુકી છે. આ વખતે બીજેપીએ કહ્યું, પૃથ્વીની કોઈ શક્તિ ફરીથી ધ્વજ લહેરાવી શકશે નહીં અને કલમ 0 37૦ પાછું લાવી શકે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, હું લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને વિનંતી કરું છું કે મહેબૂબા મુફ્તીના દેશદ્રોહી નિવેદનની નોંધ લે અને તેમને જેલની સજા કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *