સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગોરખ ધંધાના અનેક બનાવ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. પોલીસ દ્વારા આવા કેટલાય ગોરખ ધંધા પર દરોડા પાડીને પર્દાફાશ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ સ્પામાં મસાજ પાર્લરના બોડે મારી સ્પાની અંદર જાતીય સંભોગના ગોરખ ધંધા ચાલતા હોય છે. જયારે હાલમાં જ હરિયાણાના અંબાલા શહેરમાં એક સ્પા પાર્લર પર દરોડા પાડ્યાનો બનાવ સામે આવ્યો છે.
અંબાલા શહેરના બલદેવ નગરમાં ચાલતા સ્પા પાર્લર પર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન આ ગોરખ ધંધો ચલાવતી ભાવના નામની મહિલા સહિત અનેક યુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા સ્પા પાર્લરના નામની આડમાં યુવતીઓ સાથે દેહવ્યાપારનો ધંધો ચલાવતી હતી. પોલીસને આ અંગેની જાણ થતા, પોલીસે સ્પા પાર્લરમાં નકલી ગ્રાહકો મોકલીને દરોડો પાડ્યા હતા અને સ્પા પાર્લરમાં ચાલતા દેહવ્યાપારના ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો હતો.
એસએચઓએ કહ્યું હતું કે, ભાવના નામની મહિલાની સ્પામાંથી અટકાયત કરવામાં આવી છે, જે હિમાચલની રહેવાસી છે અને છેલ્લા 17 વર્ષથી અંબાલામાં ભાડાના મકાનમાં રહે છે. પરંતુ સ્પા પાર્લરનો માલિક કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે સ્પામાંથી પકડાયેલ અન્ય છોકરીઓના નિવેદન લીધા બાદ તેમને છોડી દેવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.