ગુજરાત(Gujarat): તહેવારો આવતા જ રાજ્યમાં દારૂની હેરાફેરી શરુ થઇ જાય છે. તહેવારો આવતાની સાથે જ બુટલેગરો(Bootleggers) બેફામ બને છે. પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવતા તેમના પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે હવે સુરત(Surat)માં ઉતરાયણ(Uttarayan)ના તહેવાર પહેલા જ દારૂ ઘુસાડવાના કીમીયાનો પર્દાફાશ થયો છે.
સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવાર અગાઉ જ બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે સુરત શહેરમાં 3 બુટલેગરો દારૂની હેરાફેરી કરતાં હતાં. આ દરમિયાન ટ્રાફિક પોલીસને જોઇ તેઓએ બેફામ રીતે કાર હંકારતા બુટલેગરો દ્વારા કારને રેલવે સ્ટેશનમાં ઘુસાડી દેવામાં આવી હતી. આ દરમિયાન રસ્તામાં જતી એક રીક્ષાને પણ જોરદાર ટક્કર મારી હતી.
જો કે, ટ્રાફિક પોલીસ સુઝબુજને કારણે આરોપીઓને ઝડપી પાડવામાં સફળ નીવડી હતી. ત્યારબાદ પોલીસે કારમાં ચેકિંગ હાથ ધરતા કારમાંથી દારૂની 300 બોટલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી સુરત પોલીસે ત્રણેય બુટલેગરોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પરંતુ ગાંધીના ગુજરાતમાં હજુ પણ દારૂની રેલમછેલ શરુ છે. ત્યારે હવે પોલીસ તંત્ર અને સરકાર બંને ઊંઘતી હોય તેવું આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે તેને જોતા લાગી રહ્યું છે. તહેવારો આવતા જ બુટલેગરો દારૂની હેરાફેરીમાં લાગી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.