બુટલેગરોએ ભગવાનને પણ ન છોડ્યા- પોલીસે દરોડા પાડ્યા તો મંદિર માંથી મળી… જુઓ વિડીયો

દારૂની તસ્કરી કરતા બુટલેગરો ગેરકાયદેસર દારૂની તસ્કરીના નતનવા આશ્ચર્યજનક કીમિયા શોધી કાઢે છે. કેટલાક લોકો કારના દરવાજામાં સંતાડીને દારૂ લઈ જાય છે, તો ક્યારેક હેન્ડપંપમાંથી જ દારૂ નીકળવા લાગે છે. હવે આ દારૂની તસ્કરી સંબંધિત વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બુટલેગરોએ ભગવાનના મંદિરને પણ નહોતું મુક્યું. આ વિડિયોમાં પોલીસની ટીમ ગેરકાયદેસર દારૂ માટે એક ઘરમાં દરોડા પાડી રહી છે અને આ દરમિયાન તેમને ઘર મંદિરમાં દારૂની બોટલો મળી આવી હતી.

મહારાષ્ટ્રના વર્ધામાં એક ઘરમાં ગેરકાયદેસર દારૂની શોધ કરવા પહોંચેલી પોલીસ ત્યારે ચોંકી ગઈ, જ્યારે તેણે જોયું કે ઘર મંદિરની નીચે ડ્રોઅરમાં ઘણી બધી દારૂની બોટલો છૂપાયેલી છે. અહીં એક મહિલા ગેરકાયદેસર દારૂ વેચતી હતી. પોલીસના દરોડાથી બચવા તે મંદિરમાં બોટલો સંતાડી દેતી હતી. કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસે તેના ઘરે પહોંચીને દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસને દારૂની ઘણી બોટલો મળી આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પહેલા તમે જુઓ આ વાયરલ વિડીયો…

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે એક મહિલા મંદિરમાં દારૂની બોટલો છુપાવતી હતી જેથી પોલીસે દરોડા પાડે તો તેને કંઈ ન મળે. પોલીસે દરોડામાં મળી આવેલી બોટલો કબજે કરી છે અને હવે મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને શંકા છે કે આવા ઘણા લોકો વિચિત્ર કીમીયાઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર દારૂની હેરાફેરીના ધંધામાં સંકળાયેલા છે. આ પહેલા પણ દારૂની અનોખી દાણચોરીના અનેક વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટના મામલે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને અમને જણાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *