ગુજરાતમાં ઘણીવાર પોલીસ દ્વારા દરોડા પડી દેહવ્યાપારને ઉઘાડા પાડવામાં આવે છે. હાલમાં પણ અમદાવાદમાં પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું છે.અમદાવાદ શહેરના નરોડામાં આવેલી હોટલમાં ચાલતા દેહવ્યાપાર મામલે નરોડા પોલીસે હોટલ માલિક, મેનેજર અને ગ્રાહકની ધરપકડ કરી લેવામાં આવી છે.
યુવતીને ગ્રાહક દીઠ 300 જેટલા રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસ અધિકારીએ આ ઘટના અંગે વધારે તપાસ શરૂ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે નરોડામાં આવેલી એક હોટલમાં દેહવ્યાપારનો વ્યવસાય ચાલી રહ્યો છે. જેના આધારે પોલીસે હોટલમાં તપાસ કરતા હોટલ માલિક, મેનેજર અને ગ્રાહકો મળી આવ્યા હતા. હોટલમાં રૂમમાં તપાસ કરતા એક યુવતી પણ મળી આવી હતી. પોલીસ અધિકારીએ તેની પૂછપરછ કરતા 300 રૂપિયા ગ્રાહક દીઠ મળતા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
નરોડા પોલીસે ચોક્કસ બાતમી આધારે નરોડા જીઆઇડીસી ખાતે આવેલ અમૃત હોટલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસમાં દરોડો પાડયો હતો અને ત્યાંથી રૂપલલના તેમજ ગ્રાહકની ધરપકડ કરી હતી. આ મહિલા એક ગ્રાહક પાસેથી 300-300 રૂપિયા લેતી હતી, તેવી માહિતી સામે આવી છે. નરોડા પોલીસે ગેસ્ટહાઉસના માલિક વિનોદભાઈ પટેલ ગેસ્ટહાઉસના મેનેજર જીગ્નેશ સોલંકી તેમજ ગ્રાહક વસંતકુમાર, એન પંચાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા પણ પોલીસે ઘણા આવા કૂટણખાનાં ઝડપ્યા હતા. લોકડાઉન માં પણ આ ધંધો પુર જોશમાં ચાલી રહ્યો હતો. હવે જયારે લોકડાઉન ખુલી ગયું છે ત્યારે આ ધંધો કરનાર ને છૂટો દોર મળી ગયો હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ઘણીવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. તેમ છતાં બેફામ બનેલા આ લોકોને છૂટો દોર મળી ગયો હોય એવું લાગી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news