Saif Ali Khan Attacked Updates: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાનના ઘરે અડધી રાત્રે અજાણ્યા હુમલાખોરે ઘુસી તેની પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તે ખરાબ રીતે ઘાયલ (Saif Ali Khan Attacked Updates) થઈ ગયો હતો. મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં તેની બે સર્જરી કરવામાં આવી છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર હાલમાં તે જોખમથી બહાર છે.
પોલીસે આ મામલે તપાસ કરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ કોઈ સ્ટાફ મેમ્બરનો જાણકાર હતો અને તેની મદદથી જ ઘરમાં દાખલ થયો હતો. પોલીસે ઘરના સીસીટીવી કેમેરા પણ ખોળ્યા હતા પરંતુ અંદર આવતા કોઈ દેખાયો ન હતો.
એવામાં પોલીસને શક છે કે બહારનો કોઈ વ્યક્તિ અંદર ઘુસ્યો નથી. હુમલાખોર પહેલેથી જ અંદર હાજર હતો. તેના ઘરમાં પોલિસીંગનું કામ ચાલી રહ્યું છે. પોલિસીંગ કરી રહેલા મજૂરોને પણ પોલીસ સવાલો પૂછી રહી છે. મુંબઈ પોલીસે સૈફફ અલી ખાનનું નિવેદન પણ નોંધ્યું છે.
સેફ અલી ખાન પર હુમલા મામલે ચાલી રહેલ પોલીસ તપાસની આગેવાની દયા નાયક કરી રહ્યા છે. તેને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પણ માનવામાં આવે છે. મુંબઈ પોલીસ અધિકારી દયા નાયક મુંબઈમાં બંદ્રામાં એક્ટર સૈફ અલી ખાનના ઘરમાંથી બહાર નીકળતા દેખાયા હતા.
પોલીસ સુત્રો પાસેથી જાણકારી મળી રહી છે કે આ હુમલો કરનાર વ્યક્તિની ઓળખ પોલીસે કરી લીધી છે. હવે તેની શોધખોળ માટે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App