મોરબી(Morbi): હાલમાં જ મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક મોબાઈલ શોપ (Mobile shop)માં ટફન ગ્લાસ(Tuffen glass) નખાવવા આવેલા શખ્સોએ બંદૂકની અણીએ રૂપિયા 25 હજારની લૂંટ ચલાવી હતી. દુકાનદારે લૂંટારુઓનો પ્રતિકાર કરતા લૂંટારુઓએ એક રાઉન્ડ ફાયરિંગ(Firing) પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જયારે હજુ એક આરોપી ફરાર છે. જ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો?
વાસ્તવમાં, મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલી મોબાઈલ શોપમાં ટફન ગ્લાસ નાખવાના બહાને બે શખ્સો ઘૂસ્યા હતા. ટફન ગ્લાસ નાખવાનું કહેતા દુકાન માલિકે ગ્લાસ નાખી આપ્યો હતો. આ પછી દુકાનદારે પૈસા માંગતા અન્ય બે શખ્સો બંદૂક લઇ દુકાનમાં ઘૂસી આવ્યાં હતા. ત્યારબાદ કાચના દરવાજા બંધ કરી જીતના પૈસા હો ઉતના નિકાલો કહી દુકાનદાર સામે બંદૂક તાકી હતી.
લૂંટારુઓએ બંદુક બતાવતા દુકાન માલિક મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ તેમની પાસે પડેલા અંદાજે 25 હજાર રૂપિયા લુંટેરાઓને આપી દીધા હતા. આ પછી લૂંટારુઓ દુકાનમાથી નાણાં લઈને બહાર નીકળતા જ દુકાનદારે બંનેને પડકારી પથ્થરનો ઘા કર્યો હતો. જેના જવાબમાં લૂંટારુઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ જાણવા મળ્યું છે.
આ મામલે એક આરોપી હજુ ફરાર:
આ અંગે દુકાનદાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમજ ગણતરીની કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં અરુણ ચંદ્રકાંતજી ચંદેલ (23) અને પ્રકાશ દાલચંદ ભીલ(18)ની ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે. આ ઉપરાંત પોલીસે આરોપીઓ પાસેથી ચોરાઉ બાઈક, રૂ.10 હજાર રોકડા મળી રૂ.30 હજારનો મુદામાલ પણ ઝડપી પાડ્યો હતો. જયારે વધુ એક આરોપી ફરાર છે. તેથી ફરાર આરોપીને શોધવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.