સુરત(ગુજરાત): લગભગ ત્રણ દિવસ પહેલા સુરતના અમરોલીમાં ગુ.હા.બોર્ડ રિલાયન્સ નગર સોસાયટીના ઘર નંબર 409માં પ્રમુખ ક્રિએશનમાં 2.13 લાખની ચોરી થઈ હતી. ચોરીની તમામ ઘટના CCTV માં કેદ થઈ ગયા હતા. પોલીસે ચોરીની ઘટના બાદ ચારેય દિશામાં તપાસ શરુ કરી આરોપીઓની શોધખોળ હાધ ધરી હતી. આ ચોરીના ગુનાને પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી 7 આરોપીઓને રોકડ અને માલ સાથે ધડપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, ચોરોએ પ્રમુખ ક્રિએશનમાં રેકી કરી 2.13 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ગુન્હામાં પોલીસે ચોરીમાં વપરાયેલી ઓટો રીક્ષા નં.GJ-05-AV-2188 જેની કિમત રૂપિયા 70 હજાર મળી કુલ રૂપિયા 2 લાખ 13 હજાર 100 નો માલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, પકડાયેલ આરોપીઓના નામ વિજયભાઇ વકાભાઇ ઓડકીયા, રાહુલ શત્રુષ્ય પાસવાન, કેમિલ પ્રવિણભાઇ લકુલ, વિવેક સુમનભાઇ ચૌહાન, રણજીત દિપચંદ વિશ્વકર્મા, અજય ચંદુભાઇ દોદરીયા, અકિલ પવન પાનીગાહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.