માતા-પિતા મજુરી કામ કરી ઘરે પહોચ્યા અને દરવાજો ખોલીને જોયું ત્યાં સામે લટકી રહ્યો હતો દીકરાનો મૃતદેહ

આત્મહત્યાના વધતા કેસો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સનફાર્મા રોડ પર કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું…

આત્મહત્યાના વધતા કેસો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સનફાર્મા રોડ પર કિશોરે દરવાજાના પડદા અને કપડાં વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કિશોરે મૃત્યુ પહેલાં એક અંતિમ વીડિયો બનાવ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા હી નહીં, દર્દ સવારને હોંગે… ગીત ગાઈ રહ્યો છે. સનફાર્મા રોડના આવાસમાં રહેતો પરિવાર કડિયાકામ કરતો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત પુત્રી ઘરકામ અને 16 વર્ષનો પુત્ર જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. રવિવારે માતા-પિતા કડિયાકામ પર ગયાં હતાં, જ્યારે પુત્રી ઘરકામ કરવા બહાર ગઈ હતી. રવિવાર હોવાથી પુત્ર પણ ઘરે હતો. આ ઉપરાંત નજીકમાં રહેતાં બાળકો બપોરે કિશોરના ઘરે રમવા આવ્યાં હતાં.

જેથી કિશોરે તેમને ભગાડી મૂક્યા બાદ દરવાજાને અંદરથી રૂમાલ વડે બાંધી પંખા પર દરવાજાના પડદા અને કાપડની મદદથી ફાંસો ખાધો હતો. સાંજે જયારે ઘરે પહોંચેલી માતાએ દરવાજો ખોલ્યો ત્યાં પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસ દ્વારા મૃતદેહને સયાજીમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત પુત્રનો મોબાઈલ ચેક કરતાં તેણે બનાવેલો વીડિયો મળી આવ્યો હતો. જેમાં તે જીને કે લિયે સોચા ભી નહીં, દર્દ સવારને હોંગે… ગીત ગાઈ રહ્યો હોવાનું જોવા મળે છે. વીડિયોમાં પંખા પર કપડું લટકાવેલું દેખાઈ રહ્યું છે. પોલીસની પૂછપરછમાં પરિવારે જણાવ્યું હતું કે, કિશોર ધો. 8 સુધી ભણેલો હતો અને સતત મોબાઈલમાં રચ્યોપચ્યો રહેતો હતો. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *