પોલીસ ઇન્સ્પેકટરે રાહદારીને હાથ જોડીને કહ્યું: માસ્ક તો પહેરી લો અને પછી…

લોકડાઉન દરમિયાન પોલીસ દેશભરમાં કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે કડક કાયદાનો અમલ કરાવી રહી છે. લોકડાઉન પછી દેશમાં અન્લોકની પ્રક્રિયા ચાલુ છે અને તેનો…

લોકડાઉન દરમિયાન પોલીસ દેશભરમાં કોરોના વાયરસના ચેપને ફેલાતો અટકાવવા માટે કડક કાયદાનો અમલ કરાવી રહી છે. લોકડાઉન પછી દેશમાં અન્લોકની પ્રક્રિયા ચાલુ છે અને તેનો અમલ ઉત્તર પ્રદેશમાં પણ કરવામાં આવ્યો હતો.  અનલોક પછી લોકો હવે બહાર રસ્તા ઉપર આવી રહ્યા છે અને તેમને માસ્ક લગાવવા માટે પ્રોત્સાહન આપવું એ પોલીસ માટે એક પડકાર બની રહ્યો છે.

કોરોના વાયરસને રોકવા માટે માસ્ક લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ચેપગ્રસ્ત વ્યક્તિને છીંક આવે અથવા ઉધરસ આવે ત્યારે વાયરસ બહારના વાતાવરણમાં ફેલાય નહીં અને તંદુરસ્ત વ્યક્તિની અંદર વાયરસ ન પહોચે. માસ્ક પહેરવાની સૂચના હોવા છતાં, ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે લોકો માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નીકળી રહ્યા છે. એક તરફ પોલીસ માસ્ક ન પહેરવા બદલ ચલણ કાપી રહી છે, જ્યારે યુપીના વારાણસીમાં હાઇવે પર એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું છે. અહીં પોલીસ લોકોની સામે માસ્ક પહેરવા માટે હાથ જોડતા જોવા મળી હતી.

વારાણસીના અધિકારી સુનિલ દત્ત દુબે મિર્ઝામુરદ વિસ્તારમાં નિરિક્ષણમાં નીકળ્યા હતા. હાઈવે પર, જ્યારે તેણે એક યુવકને માસ્ક ન પહેરેલો જોયો, ત્યારે તેણે તેમની આગળ હાથ જોડીને કહ્યું, “ભાઈ, તમારા મોં પર માસ્ક પહેરીને જાવ.” યુવકની સાથે તેના સંતાનો પણ હતા. પોલીસ અધિકારીએ કહ્યું- જો તમારુ નહીં પણ તમારા બાળકો નું અને આ સમાજનું  તો ધ્યાન રાખો. ત્યાર બાદ આ જોઈ યુવકે પણ હાથ જોડયા અને કહ્યું કે “મારી ભૂલ થઈ ગઈ છે, હું જાતે માસ્ક પહેરીશ અને બાળકોને પણ માસ્ક પહેરાવીશ.”

બીજા બધા પોલીસ મથકના ઇન્ચાર્જ હવે માસ્ક નહીં પહેરેતા લોકોની સામે ચાલન કાપતા હોય છે, પરંતુ અહિયાં તો આ અધિકારીએ ફક્ત તેમની સામે હાથ જોડીને કહ્યું  કે “હવે તેઓ સુધરે છે.” હાઇકોર્ટે પણ માસ્ક પહેરવાની સૂચના આપી છે પરંતુ ઘણા લોકો હજી જાગૃત થયા નથી.

અનલોકને કારણે પોલીસ સમક્ષ પડકાર વધી રહ્યા છે. કોરોના વાયરસનો ચેપ એ વારાણસી જિલ્લાના દરેક  ખૂણામાં પહોંચી રહ્યો છે. ગામ અને શહેર બંનેમાં સતત દર્દીઓ મળી રહ્યા છે. હવે જિલ્લામાં આ રોગને કારણે 218 લોકોનાં મોત નીપજ્યાં છે. મંગળવારે જિલ્લામાં 222 નવા દર્દીઓ મળી આવ્યા છે. મંગળવારે જીવ ગુમાવનાર એક દર્દી મિર્ઝામુરાદ વિસ્તારનો જ હતો. બુધવારે, 204 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને બે દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જિલ્લામાં કોરોના ચેપનો કુલ આંક વધીને 13428 થયો છે. તેમાંથી 11527 દર્દીઓ સાજા થયા છે. અને હાલમાં આ વાયરસ 1683 દર્દીઓમાં સક્રિય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *