આગ્રાના પ્રખ્યાત ડોક્ટર, ઉમાકાંત ગુપ્તાનું 5 કરોડ રૂપિયાની ખંડણી માટે અપહરણ કરનાર આરોપીઓ ઉપર ૧ લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. ત્યારબાદ બદલ સિંહનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું. જેના સબંધીઓએ અંતિમસંસ્કાર પણ ન કર્યું. ત્યારબાદ પોલીસ દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
ડો.ઉમાકાંત ગુપ્તા ટ્રાન્સ યમુના કોલોનીના રહેવાસી છે. જેનું 13 જુલાઇની સાંજે ભગવાન ટોકીઝમાંથી અપહરણ થયું હતું. તેને સંધ્યા નામની યુવતીએ હની ટ્રેપનો શિકાર બનાવ્યો હતો. આરોપીઓ ડો.ઉમાકાંત ગુપ્તાને ધોલપુરની ઝાડીઓમાં લઈ ગયા હતા. ડો.ઉમાકાંત ગુપ્તાને 31 કલાક બાદ પોલીસે શોધી કાઢ્યા હતા. જેમાં આરોપી સંધ્યા ઉર્ફે મંગળા અને પવન પકડાયા હતા. બદન સિંહ અને તેનો સાથી અક્ષય 22 જુલાઈએ જગનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
આરોપી અક્ષય ઉર્ફે ચંકી પાંડેનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો હતો, જ્યારે બદન સિંહના સંબંધીઓ આવ્યા ન હતા. પોસ્ટમોર્ટમ બાદ પોલીસે બદન સિંહના મૃતદેહને સુરક્ષિત રાખ્યો હતો. તેના ગામમાં જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘણા સંબંધીઓ મળ્યા, બધા એક જ વાત જણાવી કે, બદન સિંહના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. તેના ભાઈ અને અન્ય સબંધીની જાણ થઈ નથી. સબંધીએ પણ મૃતદેહ સ્વીકારવાની ના પડી હતી.
આગ્રા પોલીસની સાથે, ધોલપુર પોલીસ પણ બદન સિંહના પરિવારના સભ્યોનો સંપર્ક કરવા માટે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ કોઈ સામે આવ્યું નહીં. આઠ દિવસ રાહ જોયા પછી પોલીસે શુક્રવારે આરોપી બદન સિંહના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતા.
એસપી સત્યજીત ગુપ્તાએ જણાવ્યું કે, બદન સિંહના મૃતદેહને થોડા સમય પહેલા જ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેના કપડાં અને અન્ય સામાન સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે અને સાથે સાથે જ તેના DNA સેમ્પલ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. કેટલીક અસ્થી પણ રાખવામાં આવી છે, જેથી તે સંબંધીઓને આપી શકાય. બાકીની અસ્થી ત્યાં જ વિસર્જન કરવામાં આવી છે. જો સંબંધીઓ આવીને દાવો કરે છે, તો DNA તપાસ કાર્ય બાદ, બદન સિંહની અસ્થી સોપવામાં આવશે.
બદન સિંહ જીવતો હતો ત્યારે લોકો તેનાથી ડરતા હતા, પરંતુ તેના માર્યા પછી કોઈ પાસે આવ્યા નહોતા. પોલીસે જણાવ્યું કે, બદન સિંહ ધોલપુર પોલીસ સ્ટેશન કંચનપુર સ્થિત અબ્દુલપુર ગામનો રહેવાસી હતો. વર્ષ 2017 માં તે સદર વિસ્તારમાંથી ડો.નિખિલ બંસલનું અપહરણ અને ખંડણી ઉઘરાવવામાં પણ તેનું નામ હતું. બદલ સિંહ સામે આઠ પોલીસ કેસ નોંધાયા હતા. તેમાંથી એક ઇટમદૌલા,બે સિકંદ્રા, બે મોરેના, એક સદર અને બે જગનેરનો હતો. આ ઉપરાંત તે ડાકુનો સાથી પણ હતો. જેથી કરીને લોકો ડરી ગયા હતા. ધોલપુરમાં ભયનો માહોલ છવાઓ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.