આણંદ(ગુજરાત): આણંદના આંકલાવ તાલુકના ભેટાસી ભાગ તેમજ આસ-પાસના અનેક વિસ્તારોમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ થય રહ્યું છે. જેના કારણે ગામના નવ યુવાનોને દારૂની લત લાગી છે. જેના વિરોધમાં ગુરુવારે ક્ષત્રીય સેના આંકલાવ તાલુકા સંગઠન દ્વારા આંકલાવ મામલતદાર તેમજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું. આંકલાવ પોલીસે વહેલી સવારે તેના ભાગરૂપે ભેટાસી વાટા અને ભેટાસી ભાગમાં રેડ પાડી હતી. જેને લઈને દારૂ બનવનારાઓમાં ભાગ દોડ મચી ગઈ હતી.
વહેલી સવારે પોલીસે ગામમાં ચાલતી 9 ભઠ્ઠીઓ પર રેડ કરીને 1800 લીટર વોશ અને 75 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. વહેલી સવારે આંકલાવ પોલીસે ગામમાં ધમધમી રહેલી ભઠ્ઠીઓ પર રેડ કરી 9 લોકોની ધડપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં રૂપાબેન તળપદા, જસીબેન તળપદા, સુધા તળપદા, સુરેશ તળપદા, મોહન તળપદા, ઈચ્છાબેન તળપદા, કનું તળપદા, લક્ષ્મી તળપદા અને લક્ષ્મી તળપદાનો સમાવેશ થાય છે.
પોલીસે રેડ દરમિયાન 1800 લીટર વોશ અને 75 લીટર દેશી દારૂ ઝડપી વધુ કાર્યવાહી શરુ કરી છે. નોંધનીય છે કે, આંકલાવ તાલુકાના અનેક વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. જેના વિરોધમાં ગુરુવારે ક્ષત્રીય સેના આંકલાવ તાલુકા સંગઠન દ્વારા આંકલાવ મામલતદાર તેમજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.