સુરત | સ્પાની આડમાં ધમધમી રહેલા કુટણખાના પર પોલીસ ત્રાટકી, 4ની ધરપકડ

Surat Spa News: સુરતમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. સરથાણા પેલેડિયમ કોમ્પલેક્ષમાં આલીશાન હેર એન્ડ કેર નામે સ્પાની આડમાં (Surat Spa News) દેહ વેપારનો ધંધો ધમધમતો હતો. તેમજ અહીંયા અનિતા નામની મહિલા સંચાલક મહિલાઓ પાસે દેહ વેપાર કરાવતી હતી.

ત્યારે સરથાણા પોલીસે દરોડો પાડી આ કુટણખાનાને ઝડપી પડ્યું છે. આ સાથે જ ત્રણ મહિલાને અહિયાંથી મુકત કરવામાં આવી છે. ત્યારે સરથાણા પોલીસે સ્પાની મહિલા સંચાલક,મેનેજર સહિત ત્યાં મજા માણવા આવેલા બે ગ્રાહક મળી કુલ ચાર લોકોની ધરપકડ કરી છે.

સરથાણા વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું
સુરત શહેરમાં સ્પાની આડમાં દેહવ્યાપારના ધંધાઓ ચાલતા હોવાનું ભૂતકાળમાં પણ બહાર આવી ચુક્યું છે. સ્પાની આડમાં મહિલાઓ પાસેથી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. ત્યારે અગાઉ પણ પોલીસે આવા અનેક સ્પામાં દરોડો પાડીને ગ્રાહકો અને સંચાલકો તેમજ દલાલોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એવામાં વધુ એક વખત સરથાણા વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું છે.

પોલીસે સંચાલકને ઝડપી પાડી
સરથાણા પોલીસને માહિતી મળી હતી કે,પેલેડિયમ કોમ્પલેક્ષમાં આલીશાન હેર એન્ડ કેર નામે સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. જેને લઈને પોલીસે ટીમ બનાવીને ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસમાં અહી સ્પા સંચાલક અનિતા નામની મહિલા સ્પામાં કૂટણખાનું ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું.

ત્રણ મહિલાને મુકત કરવામાં આવી
પોલીસે સંચાલક તેમજ ત્યાં મજા માણવા આવેલા 2 ગ્રાહકોને પણ ઝડપી પડ્યા હતા. આ સાથે જ ત્રણ મહિલાને પણ મુક્ત કરાવવામાં આવી હતી. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.