સુરતના ખટોદરામાં ખુલ્લા પ્લોટમાં ચાલતાં જુગારધામ પર પોલીસની રેડ, 19 લોકો રંગેહાથે ઝડપાયા- નામ જાણી…

સુરત(SURAT): શહેરમાં અવાર નવાર લોકો જુગાર રમતા હોય છે અને તેમને પોલીસ પકડી પાડતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના ખટોદરા(Khatodara) પંચશીલ નગર(Panchsheel Nagar) વિભાગ-1 માંથી સામે આવી છે. પોલીસને બાતમી મળી હતી કે, ખુલ્લા પ્લોટમાં ચાલતા વરણી મટકાના અડ્ડા ઉપર હુગર રમાઈ રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડી 19 વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડયા હતા. એટલું જ નહીં પણ પોલીસે 1 લાખથી વધુનો રોકડ સહિત મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે વરલી મટકાનો અડ્ડો ચલાવતા અને રોકડ હિસાબ રાખતા બે ને વોન્ટેડ જાહેર કરી બન્ને ની શોધખોળ હાથ ધરી છે.

ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, ખુલ્લા પ્લોટમાં ચાલતા વરણી મટકાના અડ્ડા ઉપર મોટી સંખ્યામાં જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસને જોઈ ભાગદોડ મચી ગઇ હતી. 19 જણા ને પકડવામાં સફળ રહ્યા હતાં જોકે ભીડભાડમાં અડ્ડો ચલાવનાર અને રોકડ હિસાબ રાખનાર બન્ને હાથ ટાળી આપી ભાગી ગયા હતાં. 19 જુગારીઓની અંગઝડતીમાં રોકડા રૂપિયા 26580 મોબાઈલ ફોન નંગ- 14, મો.સા નંગ-4, ચાલુ હાલતની બોલપેન નંગ-10, ખુરશી નંગ-6, પાટીયા નંગ-5, આંકડા લખેલ સ્લીપ બુકો નંગ-11 મળી 1,03,450 મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ ના કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પકડાયેલા 19 આરોપીઓ નામ
(1) હિતેશ ધીરજલાલ રાચ્છ ઉ.વ. ૫૧ ધંધો મજુરી રહે. ઇ/૪૦૧ અરિહંત આર્કેડ પાલનપુર જકાતનાકા, મથુરા નગરી સામે અડાજણ
(2) નારાયણભાઇ તારાચંદ સીરસાઠ ઉ.વ. ૫૫ રહે. બિલ્ડિંગ નં ૮ રૂમ નં ૧૩ ભેસ્તાન આવાસ, સફારી કોમ્પ્લેક્ષ પાછળ, પાંડેસરા
(3) સુનીલ ચિંતામણ ઠાકરે ઉ.વ. ૪૩ રહે. મકાન નં ૧૦૩૮, જુની આંબાવાડી, લાભેશ્વર ભવન પાસે નાના વરાછા ઉમરવાડા

(4) સરદારખાન સમશેરખાન પઠાણ ઉ.વ. ૭ર રહે, ઘર નં ૩૩૨ સીમલી ટેકરા જુનાડેપો
(5) મનુભાઇ નાથુભાઇ રાઠોડ ઉ.વ. ૭૧ રહે. મ.નં ૧૧૨ હળપતીવાસ અલથાણ ગાર્ડનની પાછળ
(6) દીલીપભાઇ ચૌતામણ ઠાકરે ઉ.વ. ૫૬ રહે. મ નં ૩૮ જુની આંબાવાડી લાભેશ્વર બાજુમાં નાન વરાછા

(7) લાલુભાઇ શંકરભાઇ રાઠોડ ઉ.વ. ૨૮ ધંધો મજુરી રહે. પંચશીલનગર-૧ ઘર નં ૧૪૯
(8) હિરેન મુકેશભાઇ રાણા ઉ.વ. ૨૭ રહે. મ નં ૪૦૨ વાત્સલ્ય એપા. પટેલ નગર
(9) આમીર સૈયદ ચાંદ ઉ.વ. ૫૩ રહે. મ.નં ૩૮૫ ભાખર મોહલ્લો, માનદરવાજા,સલાબતપુરા

(10) હનીફ બસીર શેખ ઉ.વ. ૫૫ રહે. ગલી નં ૬ આઝાદનગર રસુલાબાદ લટાર
(11) જિતેન્દ્ર હરીલાલ જરીવાલા ઉ.વ. ૫૪ રહે. બિલ્ડિંગ નં ૪૬/છ ખરવરનગર ઉધના
(12) રાજેશકુમાર હરીલાલ વખારીયા ઉ.વ. ૬૪ રહે. બિલ્ડિંગ નં ૫૯/૫ ખરવરનગર સુરત શહેર ઉધના

(13) દલસુખભાઇ જગુભાઇ પટેલ ઉ.વ. ૬૮ રહે. મ નં ૪૧૮ ડુમસ ગામ તા. ચોર્યાસી
(14) ગોપાલ શંકરરાવ માનકર ઉ.વ. પર રહે, પ્લોટ નં ૯૮ જલારામનગર અંબીકાનગર હરીનગરની બાજુમાં ઉધના
(15) રાકેશ પ્રકાશભાઇ જાદવ ઉ.વ. ૩૬ રહે, મ નં ૪૨૫ ઇંદીરાનગર આઝાદનગર લટાર

(16) રાજેશ મણીલાલ ખત્રી ઉ.વ. ૬૦ રહે. પ્લોટ નં ૧૩૫ કર્મયોગી સોસાયટી-૨ પાંડેસરા
(17) નવનીત દિગંબર બછાવ ઉ.વ. 33 રહે. મ નં ૧૫૦ રુક્ષમણી પાર્ક ડિંડોલી સુરત શહેર
(18) વિનોદ માહલુભાઇ માહલે ઉ.વ. ૪૨ રહે. મ નં ૯૪ હરીનગર-૨ ઉધના સુરત શહેર

(19) ચેતનભાઇ નટવરલાલ ટબ્બરવાલા ઉ.વ. ૩૭ રહે. મ નં ૪૩૦ સોનલ રેસી. ઉધના

પોલીસના જણાવ્યા અનુસાર, વરલી મટકાના આંકડાનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી લાલભાઇ ત્રંબકભાઇ પાટીલ (રહે, ઘર નં 26 કાશીનગર આશીર્વાદ ટાઇનશીપ વિભાગ-1 ઉધના સુરત) અને વરલી મટકના આંકડાનું વલણ ચુકનાર તેમજ હીસાબ રાખનાર કાનાભાઇને પોલીસ દ્વારા આ બન્ને આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *