સુરતમાં જે ટાંકીનું પાણી હજારો લોકો પીવે છે, તે ટાંકી માંથી મળ્યો યુવકનો મૃતદેહ- લોકોમાં અફરાતફરીનો માહોલ

સુરત (Surat) શહેરમાં સચીન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં પાલિકાની 100 ફૂટ ઊંચી પીવાની પાણીની ખુલ્લી ટાંકીમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા તંત્ર દોડતુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીની ટાંકીમાં પડેલા યુવકના મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સૌથી મોટો સવાલ એ છે કે યુવકની હત્યા થઈ છે કે યુવકે આત્મહત્યા કરી છે? પોલીસે મૃતદેહને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અહિયાં સૌથી મહત્વની વાત તો એ છે કે, જે ટાંકીનું સેંકડો લોકો પાણી પીવે છે, તે જ પાણીના ટાકા માંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટના વાયુવેગે લોકોમાં પ્રસરી હતી, જેના કારણે આ વિસ્તારના દરેક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

આ તમામ ઘટના મામલે સચીન જીઆઇડીસી પોલીસને જણાવતાં કહ્યું હતું કે, આ ઘટના સવારના છ વાગ્યાની આસપાસ સામે આવી છે. જ્યારે બાળકો ટાંકી ઉપર રમવા ગયા, ત્યારે તેમને ટાંકીમાં પડેલી લાશ જોઇને નીચે આવ્યા હતા. બાળકોએ સ્થાનિકોને જ્યારે વાત કરી, ત્યારે આસપાસના સ્થાનિકો ટાંકી નજીક પહોંચી ગયા હતા. સ્થાનિકે જણાવતાં કહ્યું હતું કે, આ ટાંકીની ઊંચાઈ લગભગ ૮૦થી ૧૦૦ ફૂટ છે. હજુ સુધી મૃત્યુ પામનાર યુવક કોણ છે તેની કોઈ માહિતી સામે આવી નથી.

સ્થાનિક લોકોએ જણાવતા કહ્યું કે, આ પાલિકાની બેદરકારી છે. આટલી ઊંચાઈ પર બનાવવામાં આવેલી પાણીની ટાંકી ખુલ્લી હાલતમાં મૂકી દીધી છે. સ્થાનિકોએ તંત્ર ઉપર બેદરકારી અંગે કેટલાક સવાલો ઉભા કર્યા હતા. સાથોસાથ જાણવા મળ્યું છે કે અહીંયા કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવ્યો નથી. નાના બાળકો રમવા ઉપર પણ ચડી જાય છે, જો આ બાળકોને કઈ થાય તો જવાબદાર કોણ રહે? છેલ્લા કેટલાય દિવસોથી આ ટાંકી માં પડેલા મૃતદેહ વાળું પાણી લોકો પી રહ્યા હતા. હાલ આ સવાલો આ વિસ્તારના લોકોના મનમાં સતાવી રહ્યો છે. ત્યારે સચીન જીઆઇડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *