રાજસમંદ: હાલમાં રાજસ્થાનના(Rajsthan) રાજસમંદમાં(Rajsamand)થી ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા બુધવારે અડધી રાત્રે મોટી કાર્યવાહી કરવામાં આવતા એક રિસોર્ટ ખાતે ચાલી રહેલી રેવ પાર્ટી(Rave Party) પર દરોડો પાડીને ત્યાંથી 21 યુવકો અને 9 યુવતીઓને વાંધાજનક અવસ્થામાં ઝડપી પાડવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે, આ રેવ પાર્ટી રાજસમંદ અને નાથદ્વારા(nathdvara)ની વચ્ચે બડારડા(Badarda)ની પાસે એક રિસોર્ટમાં ચાલી રહી હતી.
આ દરમિયાન પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી દારૂ, નશીલી દવાઓ અને અન્ય વાંધાજનક સામાનને જપ્ત કરવામાં આવ્યો છે. રેવ પાર્ટીમાં હજારો રૂપિયાની ચલણી નોટો ઉડાવવામાં આવી રહી હતી. પોલીસ દ્વારા રિસોર્ટમાંથી 17 ગાડીઓ, એક બાઇક અને 34,500 રૂપિયા રોકડ પણ જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસ પકડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે.
આ અંગે અધિક પોલીસ અધીક્ષક શિવલાલ બૈરવાએ જણાવ્યું કે, નાયબ પોલીસ અધીક્ષક બેનીપ્રસાદ મીણા અને રાજનગર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ હનવંત સિંહ દ્વારા આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રેવ પાર્ટી બડારડા વિસ્તારના દ્વારકેશ રિઝોર્ટ એન્ડ વોટર પાર્ક ખાતે ચાલી રહી હોવાનું સામે આવ્યું. રેવ પાર્ટીની સૂચના મળતાં પોલીસ દ્વારા મોડી રાત્રે રિસોર્ટ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરમિયાન ત્યાં 21 યુવક અને 9 યુવતીઓ વાંધાજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ, 21થી વધુ લોકોને જુગાર રમતા પણ પકડ્યા છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી 34,500 રૂપિયા, 17 લક્ઝરી તથા અન્ય કાર, એક બાઇક, દારૂ, નશીલી દવાઓ અને અન્ય આપત્તિજનક સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
શિવલાલ બૈરવાએ વધુમાં જણાવ્યું કે, રિસોર્ટમાં એક તરફ રેવ પાર્ટી ચાલી રહી હતો તો બીજી તરફ જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસને જોઈ કેટલાક જુગારી ભાગવામાં સફળ રહ્યા. પોલીસ દ્વારા પકડાયેલા યુવક અને યુવતીઓની પૂછપરછ કરવામાં અવી રહી છે. પોલીસ એ વાતની માહિતી મેળવી રહી છે કે, પાર્ટીનું આયોજન કોના તરફથી કરવામાં આવ્યું હતું. શું અહીં પહેલા પણ આ પ્રકારની પાર્ટીનું આયોજન થતું હતું તેની પણ તપાસ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, રાજસમંદ વિસ્તાર પર્યટનના હિસાબથી ઘણું અગત્યનું છે. જાણવા મળ્યું છે કે, અહીં પ્રવાસની સીઝનમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. રાજસમંદમાં નાથદ્વારા જે મોટું અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. આ ઉપરાંત, કુંભલગઢ દેશી અને વિદેશી પર્યટોનું પસંદગીનું ડેસ્ટિનેશન પણ છે. હવે અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.