Surat Spa News: વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી રુજ્જ્વ્લ ચેમ્બર્સ સ્પાની આડમાં ધમધમતા દેહવેપારના કૂટણખાના પર વરાછા પોલીસ દ્રારા દરોડો પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્રારા તેના સંચાલકો અને ગ્રાહકોને પકડી તેની સામે કાયદેસરની (Surat Spa News) કાર્યવાહી કરવામાં આવી છે.
સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ માતાવાડી જેન મંદિર પાસે રુજ્જ્વ્લ ચેમ્બર્સમાં બીજા માળે કોલરના ઘરની સામે આ સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ચાલતો હતો. જે અંગેની માહિતી વરાછા પોલીસને મળી હતી. ત્યારબાદ વરાછા પોલીસે તે મસાજ પાર્લેરમાં દરોડા પડ્યા હતા. જેમાં સામે આવ્યું હતું કે, અહીં મસાજ પાર્લેરની આડમાં દેહ વ્યાપરનો ધંધો ચાલતો હતો. પોલીસ આગળની તપાસ કરતા સામે આવ્યું હતું કે, સ્પાના તમામ સંચાલક અને તેના મેનેજર રામચન્દ્ર અને સુધાસુ રાજપૂત કે જે મહિલાઓ પૂરી પાડે છે. આ તમામ લોકો ભેગા મળી સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હતા.
ભાડાના મકાન ચાલતું હતું સેક્સ રેકેટ
દરોડા દરમિયાન પોલીસે ત્યાંથી કુલ 4 આરોપીની ધરપકડ કરી છે, જે સ્પા મસાજની આડમાં દેહવ્યાપાર ચલાવી રહ્યા હતા. પોલીસ જયારે આ ચેમ્બર્સના બીજા માળે રેડ મારી ત્યારે આરોપી રામચંદ્ર અને મેન્જેર એક મકાન ભાડે રાખી અહી દેહવ્યાપારનો ધંધો ચલાવી રહ્યા હતા.
આ લોકોની કરી ધરપકડ
અહી આવતા ગ્રાહકોને શરીરસુખ માનવા માટે બધી સવલતો પૂરી પાડતા હતા. જયારે અહી પોલીસ રેડ પાડી ત્યારે તેમને સ્પાના માલિક અને મેન્જેર સાથે ગ્રાહક કે જેનું નામ ઉત્સવ ભરતભાઈ સોનાણી (રહે. ઘર ન; 22 ભકિત નદન સોસાયટી, ABC સર્કલ પાસે મોટા વરાછા, સુરત) અને આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર સામે કાયદાસરની કાર્યવાહી કરવામાં આવશે અને યોન શોષણનો ભોગ બનેલી 3 મહિલાને મુક્ત કરી તેમની સામે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App