વડોદરા: શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં પોલીસ દોડતી થઈ

Vadodara Bomb Threat: ગુજરાતના વડોદરા શહેરના નવરચના સ્કૂલના પ્રિન્સિપ ને એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. સ્કૂલ અને યુનિવર્સિટીને બોમથી ઉડાવવાની ધમકી (Vadodara Bomb Threat) ભરેલો ઈમેલ મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી એસઓજી, સ્થાનિક પોલીસ સહિતના પોલીસકર્મીઓ નવા પરિસર અને યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગયા છે અને ગંભીરતાપૂર્વક તપાસ આદરી છે. જોકે છેલ્લે કોઈ સંદિગ્ધ વસ્તુ ન મળવાને કારણે શાળા પ્રશાસન અને પોલીસ વિભાગે રાહતના શ્વાસ લીધા છે.

આ વિશે જાણકારી આપતા એસીપીએ જણાવ્યું હતું કે ભાઈલીના નવરચના સ્કૂલના પ્રિન્સિપલ કશ્મીરા જયસ્વાલ છે. તેમને એક ઈમેલ મળ્યો છે. ઈમેલની તપાસ ચાલી રહી છે. લખવામાં આવ્યું છે કે નવરત્ન સ્કૂલની પાઇપલાઇનમાં ટાઈમ બોમ રાખવામાં આવ્યો છે. આવો ઈમેલ મળ્યા બાદ તમામ પોલીસ અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી. અહીંયા એન્ટિબોમ સ્કોર્ડ તેમજ અન્ય શાખાઓના અધિકારીઓ પહોંચ્યા હતા.

આ ઈ-મેલ ડાર્ક વેબમાંથી મોકલવામાં આવ્યો હતો. આઈપી એડ્રેસની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી. એક સ્કૂલમાં તપાસ શરૂ થઈ ચૂકી છે અને અન્ય બે સ્કૂલમાં તપાસ ચાલી રહી છે.

જણાવી દઈએ કે નવરચના સ્કૂલના ભાઈલી સ્કૂલના પ્રિન્સિપાલને આ ઇ-મેલ મળ્યો હતો, તેના માટે પોલીસે નવરત્ન ગ્રુપના તમામ સ્કૂલોમાં તપાસ હાથ ધરી છે. બીજી બાજુ સવાર સવારમાં પોતાના બાળકોને સ્કૂલ મૂકવા માટે આવેલા માતા-પિતા પોલીસના જમાવડાને કારણે ભયભીત થઈ ગયા હતા. જોકે જ્યારે આ સમાચાર ફેલાયા કે સ્કૂલમાં બોમ્બ રાખવામાં આવ્યો છે તો માતા-પિતા ડરી ગયા અને પોતાના બાળકોને પાછા ઘરે લઈ ગયા હતા ગયા હતા.