હે ભગવાન! હવે તો પોલીસ જ અસુરક્ષિત- મહિલા પોલીસને જાહેરમાં હેવાન પતિએ માર્યો અસહ્ય માર, કેટકેટલી ફરિયાદ કરી પણ…

એક મહિલા કોન્સ્ટેબલે તેના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. મહિલા સબ ઇન્સ્પેક્ટરે 12 ડિસેમ્બરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સીસીટીવી કેમેરાનો છે. 11 ડિસેમ્બર, રવિવારના આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની કાર વડે ગલીમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી રહ્યો છે. જેના કારણે ગુસ્સે ભરાયેલી મહિલા તે વ્યક્તિની કારનો સાઈડ મિરર તોડી નાખે છે. આ પછી કારમાં બેઠેલો વ્યક્તિ બહાર આવે છે અને મહિલા સાથે મારપીટ કરવા લાગે છે. પછી તે મહિલાને જ્યાં ઈચ્છે ત્યાં ફરિયાદ કરવાની ધમકી આપે છે.

સબ-ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર માર મારનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ તેનો જ પતિ છે. આ પછી પોલીસે મહિલા કોન્સ્ટેબલના પતિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. મહિલા સબ ઈન્સ્પેક્ટરનું નામ ડોલી છે. ડોલીએ વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રીય મહિલા આયોગ, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સંસ્થાઓને ટેગ કરીને ટ્વિટ કરી જણાવ્યું “હું દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર છું. હું હાલમાં પ્રસૂતિ રજા પર છું. હું મારા પતિ વકીલ તરુણ દબાસ તરફથી સતત હિંસાનો સામનો કરી રહી છું. આજે તેણે મને દિનદહાડે માર માર્યો હતો.”

દિલ્હી મહિલા આયોગ (DCW) એ મહિલા સબ ઈન્સ્પેક્ટરના ટ્વિટ પર દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે. DCW અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વિટર પર લખ્યું, “તેના પતિ ઘણા મહિનાઓથી દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર પર હુમલો કરી રહ્યા છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખુદ પોલીસને ટ્વિટર પર મદદ લેવાની ફરજ પડી છે! હું દિલ્હી પોલીસને નોટિસ જારી કરું છું, કડક કાર્યવાહી કરવામાં આવે. જો પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહેશે?

‘પહેલાં ઝઘડો થયો હતો’ – ડોલી
અહેવાલ મુજબ ડોલીએ કહ્યું કે, તેણે અત્યાર સુધીમાં તેના પતિ વિરુદ્ધ ત્રણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડિસેમ્બર સુધી કોઈ કેસ નોંધ્યો ન હતો. ડોલીએ કહ્યું, “મારા પતિ દહેજ માંગે છે અને આ બાબતે મારી સાથે ઝઘડો કરે છે. હું ત્રણ મહિનાથી મારા પરિવાર સાથે રહું છું. તે અહીં આવીને અમને માર મારે છે… અને હેરાન કરે છે. ગઈકાલે તેણે પહેલા મારી કારને ટક્કર મારી, પછી મારી માતા અને મને મારપીટ કરી.”

ફરિયાદમાં સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે કે તેના પતિએ સપ્ટેમ્બરમાં પણ તેને ઘણી વખત માર માર્યો હતો. 4 સપ્ટેમ્બરે તરુણ 5-7 ગુંડાઓ સાથે પહોંચ્યો અને હુમલો કર્યો. ડોલીએ પીસીઆર કોલ કરીને પોલીસને બોલાવી હતી. ડોલીએ જણાવ્યું કે ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પછી 11 સપ્ટેમ્બરે પણ આવી જ ઘટના બની હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો કે, આ મામલે કેસ નોંધ્યા બાદ એક પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપોની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *