Surat News: સુરતના વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. જેમાં ભાડાના મકાન રાખીને દલાલ દ્વારા ગ્રાહક અને લલનાઓને બોલાવી શરીર સુખ માનવાની (Surat News) સવલતો આપવામાં આવતી હતી. જેની બાતમી પોલીસને માલ્ટા વરાછા પોલીસે એક મહિલા દલાલ તથા ગ્રાહકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફ્લેટ ભાડે રાખીને દેહવ્યાપાર કરતા હતા
આ અંગે મળતી માહિતી અનુસાર વરાછા પોલીસ મથકના હદ વિસ્તારમાં જગદીશ નગર વિભાગ-1માં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં મકાન નંબર 1 અને 4ના ભાડુઆતો મકાન ભાડે રાખીને ત્યાં દેહવ્યાપારનો ધંધો ચલાવતા હતા. કોમ્પ્લેક્ષમાં છેલ્લા એક મહિનાથી એક ફ્લેટ મહિલાને ભાડેથી અપાયો હતો. જોકે, થોડા સમય બાદ અહી ફ્લેટમાં અવર-જવર કરનારાઓની પ્રવૃત્તિ શંકાસ્પદ લાગતા સ્થાનિક લોકોએ આ અંગે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું અને આ અંગે વરાછા પોલીસને ફરિયાદ કરીને પોલીસના દરોડા પડાવ્યા હતા.
આ હતી મોડેસ ઓપરેન્ડી
દરોડા પડાયા બાદપોલીસે અહીથી જનકબેન વિજયભાઇ હરીભાઇ (કામદાર,રહે- રહે-ઘર નંબર-૩૦૩,બંસીધર એપાર્ટમેંટ, જહાંગીરપુરા વરીયાવ રોડ), ભરતભાઈ જયરામભાઈ વસાણી (રહે,સી/૦૫ આલોક એપાર્ટમેન્ટ ઓમનગરની સામે ખરવાસા રોડ ડીંડોલી), તથા આ કાવતરામાં સામેલ દલાલ ફ્લેટના મનીષભાઈ મનસુખભાઈ ગોહિલ, હરેશભાઈ દુલાભાઈ કલસરિયાને પકડી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.
આ આરોપીઓ 4 ભારતીય મહિલાઓને રૂમમાં રાખી તે મહિલાઓ પાસેથી પોતાના ભાડાના મકાનમાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પુરી પાડવામાં આવતી હતી. તેમજ પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી દેહ વ્યાપારનો ધંધો કરાવી, મકાનના ભાડુઆતે પોતાનું કમિશન કાઢી અને દલાલે એકબીજાની મદદથી આ ગુનો આચરતા હતા.
4 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી
પોલીસે અહીંયા દરોડો પાડીને 37000ની કિંમતના મોબાઈલ ફોન કુલ 7 નંગ રોકડા રૂપિયા 4500 મળી કુલ રૂપિયા 41500નો મુદ્દામાલ કબ્જે કરી, ગ્રાહકો લાલજીભાઇ દાનાભાઇ પરમાર, જતીનભાઈ અશોકભાઇ વાજા, ધ્રુવ ઉર્ફે દર્શન વશરામભાઈ રામાણી, મહેશભાઇ દિનેશભાઇ સોલંકીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. તેમજ અહીંથી મળી આવેલ 4 ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારને કારણે સ્થાનિક મહિલાઓનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું.અહી આવતા પુરુષો સ્થાનિક મહિલાઓને અલગ નજરથી જોતા જેથી સ્થાનિક મહિલાઓને દર વખતે શરમમાં મુકાવવું પડતું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App