સુંદર પોલીસવાળીએ લગાવ્યાં ‘અશ્લિલ ઠૂમકા’! સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Police Viral Video: સોશિયલ મીડિયામાં ઘણા લોકો ફેમસ થવા માટે હવે હદ વટાવી રહ્યા છે. તમે પણ રોજ ઘણા એવા વિડીયો જોતા હશો જે ઘણા વાયરલ થતા હોય છે. જેમાં લોકો અલગ અલગ સ્ટંટ કરી, લોકોને એન્ટટેન્ટ કરતા હોય છે અથવા તો ડાન્સ કરી લોકોને મનોરજન પૂરું પાડતા હોય છે. કયારેક કયારેક સોશિયલ મીડિયા યુઝર્સ હદ વટાવી એવી હરકતો કરી બેસે છે જેનાથી તેઓ મુશ્કેલીમાં મુકાયા જાય છે. ત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ (Police Viral Video) થયો છે. જેમાં યુવતી પોલીસ યુનિફોર્મમાં અશ્લીલ ડાન્સ કરી રહી છે. આ યુવતી ફિલ્મ મુગલ-એ-આઝમના ગીત ‘કિસી દિન મુસ્કુરા કર યે નજારા હમ ભી દેખેંગે’ પર ડાન્સ કરતી જોવા મળે છે. 

આ યુવતીનો ડાન્સ સુંદર છે, પરંતુ તે પોલીસ યુનિફોર્મમાં ડાન્સ કરી રહી છે. જેને લઈને કોમેન્ટ બોક્સમાં આ યુવતીની ઘણી ટીકાઓ થઇ રહી છે. વિડીયોમાં જોઈ શકાય તેમ આ યુવતીએ મોબાઈલને ખુરશી પર રાખીને વીડિયો શૂટ કર્યો છે. જ્યાંથી કમરની ફ્લેક્સિબિલિટી સ્પષ્ટ દેખાય છે.

જો કે આ યુવતી પોલીસની નોકરી કરતી હોય તેવું લાગતું નથી પરંતુ ડાન્સ કરવા માટે પોલીસ યુનિફોર્મ લીધો હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ સોશીયલ મીડિયામાં લોકો બેવડી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ આ યુવતીની નોકરી જશે તેમ જણાવી રહ્યા છે.

જયારે કેટલાક લોકો હકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- મેડમ, તમારી જેલમાં આવવા માટે કયો ગુનો કરવો પડશે? બીજાએ લખ્યું- કોઇએ એસપી સરને ટેગ કરો. ત્રીજા અને ચોથાએ લખ્યું- મારો દેશ બદલાઈ રહ્યો છે, મેડમ પ્લીઝ  મારી ધરપકડ કરો. આ સમાચાર લખાય ત્યાં સુધીમાં આ વિડીયો 57 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે.