પોલીસ કર્મચારી પ્રેમિકાના ઘરે માણી રહ્યા હતા શરીર સુખ, અચાનક જ પત્નીની થઇ એન્ટ્રી અને…

રાંચી: હાલમાં એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં જેમ્પમાં એક પોલીસ જવાનને તેની પત્નીએ રંગરેલીયા મનાવતા રંગેહાથ પકડી પાડ્યો. પરંતુ, ચોરી પકડાઇ…

રાંચી: હાલમાં એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં જેમ્પમાં એક પોલીસ જવાનને તેની પત્નીએ રંગરેલીયા મનાવતા રંગેહાથ પકડી પાડ્યો. પરંતુ, ચોરી પકડાઇ જતાં જવાન સીનાચોરી પર ઉતરી આવ્યો અને બાદમાં પોતાની જ પત્નીની ધુલાઇ કરી દીધી. પતિ વિકાસ થાપા અને પ્રેમિકાએ મળીને પત્ની સુષ્મિતાની જબરદસ્ત ધુલાઇ કરી દીધી. હાલ આ કિસ્સમાં પત્ની પોલીસ સ્ટેશન પહોંચીને ન્યાય માંગી રહી છે. અનૈતિક સંબંધોના કારણે જેમ્પના પોલીસ જવાન વિકાસ થાપાએ પોતાની જ પત્ની સુષ્મિતાની પ્રેમિકાની સાથે મળીને ધુલાઇ કરી દીધી હોવાનું સામે આવ્યું છે. પીડિતા ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી. આ મારમારીનો વીડિયો ત્યાં હાજર રહેલી કેટલીક મહિલાઓએ બનાવી લીધો છે.

મળતી માહિતી મુજબ, મહિલાના લગ્ન 10 વર્ષ પહેલા જેમ્પમાં કાર્યરત પોલીસ જવાન સાથે થયા હતા. પીડિત પત્નીનો આરોપ છે કે, લગ્ન બાદથી જ પોલીસ જવાનનો સંબંધો કોઇ અન્ય મહિલા કે પછી છોકરી સાથે રહ્યો છે. જેના કારણે તે અવારનવાર ઘરમાં ઝગડો થતો રહેતો હતો. આ અંગે પીડિતા સુષ્મિતાએ જણાવ્યું કે, તાજેતરના જ દિવસોમાં વિકાસનો પ્રેમ સંબંધ જેમ્પમાં જ કાર્યરત એક યુવતી સાથે થયો. ત્યારબાદથી જે હંમેશા તેના ઘરે અવરજવર કરતો હતો.

આ અંગે જાણકારી મળ્યા બાદ સુષ્મિતા કેટલીક મહિલાઓની સાથે યુવતીના ઘરે પહોંચી ગઇ હતી. ત્યાં પોતાના પતીને તેની પ્રેમિકા સાથે શારીરિક સુખ માણીને રંગરેલીયા મનાવી રહ્યો હતો. આ દરમિયાન તેને નગ્નાવસ્થામાં ઝડપી પાડ્યો, અને બન્નેનો વીડિયો બનાવી લીધો હતો. આ વાતથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્નિ સુષ્મિતાને જબરદસ્ત માર માર્યો હતો. મારામારીમાં વિકાસની સાથે તેની પ્રેમિકા પણ સુષ્મિતા ઉપર તુટી પડી હતી.જાણવા મળ્યું છે કે, આ મારામારીમાં સુષ્મિતાને ગંભીર ઇજા પણ પહોંચી હતી.

સુષ્મિતા નારી સેનાની સાથે મળીને ડોરંડા પોલીસ સ્ટેશન પહોંચી અને આ અંગે કેસ નોંધાવ્યો હતો. સુષ્મિતાએ સબૂત તરીકે પતિ દ્વારા મારામારી કરી છે તેનો વીડિયો ફૂટેજ પણ પોલીસને આપી હતી. સુષ્મિતા અને તેની સાથે આવેલી મહિલાઓ હવે પોલીસ પાસે ન્યાયની માંગણી કરી રહ્યાં છે. જાણવા મળ્યું છે કે, સુષ્મિતા અને વિકાસને એક દીકરો પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *