હેવાનિયતની તમામ હદો પાર: પ્રેમીના મળવા ગયેલી યુવતી પર 7 હવસખોરો પ્રેમીની સામે જ કૂતરાની જેમ તૂટી પડ્યા

ધનબાદ: આજકાલ વધી રહેલા બળત્કારના કિસ્સાઓ દરમિયાન ફરીવાર એક ઝારખંડના ધનબાદમાંથી વધુ એક સનસની કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા ગઈ હતી. તે દરમિયાન તેના પર પ્રેમીના ફૂટબોલ સાથીઓએ પ્રેમીની નજર સામે જ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. હાલમાં આ કિસ્સો હાલ ટૉક ઓફ ધ ટાઉન બની ગયો છે.

ખરેખરમાં, રાતના લગભગ આઠ વાગી રહ્યાં હતા. તે પોતાના પ્રેમીની સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન યુવકોનુ એક ટોળુ ફૂટબૉલ રમીને પાછુ આવી રહ્યું હતુ. રસ્તામાં યુવકની સાથે યુવતીને પ્રેમલાપમાં ડુબેલી જોઇ તેની પણ નિયત બગડી અને તેને પ્રેમી યુવકની સામે જ પકડી લીધી. ત્યારબાદ સાત યુવકોએ વારાફરથી યુવતી સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.

આ ઘટનાના એક અઠવાડિયા બાદ પીડિત યુવતીએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા સાતેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ સાતેય આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે. આ ઘટના ધનબાદ જિલ્લાના ટુંડી વિસ્તારની છે. જ્યાં બરવાઅડ્ડા વિસ્તારમાં પાંડે બરવા ગામની પીડિત યુવતીએ બુધવારે ટુંડી પોલીસમાં સાત યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ જણાવ્યું કે, 19 ઓગસ્ટની રાત્રે આઠ વાગ્યાની આસપાસ તે પોતાના પ્રેમીને મળવા દક્ષિણ ટુંડી ગઇ હતી. ત્યાં ગામની પાઠળ એક મેદાનમાં રાત્રે બન્ને પ્રેમી-પ્રેમિકા બેસીને વાત કરી રહ્યાં હતા. આ બધાની વચ્ચે ટુંડી ગામના યુવકોનુ એક ટોળુ ફૂટબૉલ રમીને પરત આવી રહ્યું હતુ. બન્નેને પ્રેમલાપ કરતા જોઇને યુવકોની નિયત તેના પર બગડી હતી.

યુવતીએ વધુમાં પોલીસને જણાવ્યું કે, તમામ યુવકો મળીને પહેલા બન્નેને મારવા લાગ્યા. ત્યારબાદ કૃષ્ણા અને છોટુ હેમ્બ્રસ જબરદસ્તી કરીને બાજુમાં ઝાડીઓમાં લઇ ગયા અને સાતેય વારાફરથી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન, યુવકોએ પ્રેમીને પકડીને બાંધી રાખ્યો હતો. બન્નેએ ખુબ વિનંતી કરી પણ કોઇ માન્યુ જ નહીં. ઘટનાને અંજામ આપ્યા બાદ સાતેય યુવકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બાદમાં જયારે યુવતીને હોશ આવ્યો ત્યારે તેના પ્રેમીએ તેને ઘરે પહોંચાડી હતી. યુવતીએ ફરિયાદમાં લખ્યુ તેની શારીરિક સ્થિતિ ખુબ ગંભીર થઇ ગઇ હતી. એટલે કેસ નોંધાવવામાં મોડુ થયુ.

આ ઘટના બાદ યુવતીની સ્થિતિ બગડી ગઇ હતી, ઠીક થવા પર બુધવારે પહેલા તે બરવાઅડ્ડા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં ઇન્સ્પેક્ટર સુધીર પ્રસાદને યુવતીએ તેની આપવીતી સંભળાવી હતી. ઘટના ટુંડી વિસ્તાર હોવાના કારણે ઇન્સ્પેક્ટર યુવતીને લઇને ટુંડી પોલીસની પાસે પહોંચ્યા હતા. કેસ નોંધીને પોલીસ દ્વારા ઉત્તમ મુર્મુ, લખિન્દ્ર ટુડૂ, ગૌતમ કુમાર, રમેશ હેમ્બ્રસ, કૃષ્ણા હેમ્બ્રસ, છોટૂ હેમ્બ્ર અને સિધુ હેમ્બ્રસનો પકડી પાડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *