સુરતમાં કાયદાના રક્ષકો જ બન્યા ભક્ષક- જાહેરમાં જ કેક કાપી જન્મદિવસની ઉજવણી કરતા પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ

સુરત(Surat): શહેરમાં અવાર નવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી(Birthday celebration) કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. ત્યારે પોલીસ(Surat Police) દ્વારા તેનાં પર કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ પોલીસ જ આ પ્રકારે જાહેરમાં જ જન્મ દિવસની ઉજવણી કરી રહી છે તો તેનાં પર કોણ કાર્યવાહી કરશે? તે એક સળગતો પ્રશ્ન ઉદભવી રહ્યો છે.

સુરત શહેર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવતા માહોલ ગરમાયો છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી વિવાદમાં આવ્યા છે. સચિન પોલીસ દ્વારા જાહેરમાં જન્મદિવસ ની ઊજવણી કરતો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે પોલીસ સામે અનેક પ્રશ્નો ઉદભવ્યા છે.

શહેરના સચિનના કપ્લેટા ચેકપોસ્ટમાં જાહેરમાં જ પોલીસ કર્મીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કિસન જાની નામના પોલીસ કોન્સ્ટેબલનો જન્મદિવસ ની ઉજવણી ના વિડિઓ અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ સામે અનેક સળગતા સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ થઇ રહ્યો છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રકારનો ગુનો કરે તો તેનાં પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તો કાર્યવાહી કરનાર જ લોકો આ પ્રકારે કાયદાના લીલેલીરા ઉડાડે તે કેટલું યોગ્ય કહી શકાય?

પોલીસ કર્મીના જન્મદિવસનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે, શું કાયદા ફક્તને ફક્ત આમ જનતા માટે જ છે? શું પોલીસ કમિશનરના જાહેર નામાના નિયમોના ધજાગરા ઉડાડતા પોલીસ કર્મી જ આ પ્રકારે ઉજવણી કરે તો શું તેનાં પર સુરત કમિશનર સાહેબ કોઈ પગલા ભરશે ખરા? કાયદાના રક્ષકો જ ભક્ષક બની રહ્યા છે તો પછી સામાન્ય જનતાને તો આ તમાશો જોવો જ રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *