આખો પરિવાર મારુતિવાનમાં બેસીને ગામડે જવા રવાના થયો પરંતુ કમનસીબે થયો મોતનો ભેટો- જાણો કયાની છે ઘટના

વડોદરાના ડભોઇની એક ગોવિંદ પાર્ક સોસાયટીમાં રહેતા રાણા પરીવારના સભ્યો પોતાની મારુતિવાનમા બેસી ને શિનોર તાલુકાના સતિષાણા ગામે ગયા હતા. ત્યાથી રાત્રીના સમય દરમિયાન પરત ફરતા ડભોઇના સાઠોડ ગામ નજીક મારુતિવાનની આગળ ચાલતા ટ્રેકટરની ટ્રોલીમા કાર ભટકાતા કારમા બેઠેલા એકજ પરીવાર ના પાંચ સભ્યોને નાનીમોટી ઇજાઓ થઈ હતી. તેનમે એક ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે એકને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યુ હતુ. ડભોઇ પોલીસે મરનારની પત્નિની સામે અકસ્માતનો ગુનાની ફરિયાદ નોધીને ગાડી ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જાણકારી અનુસાર જાણવા મળ્યું છે કે, ફરયાદી દેવલતાબેન યોગેન્દ્રસિહ રાણા ઉ.વ.40 રહે.સતિસાણા,દરબાર ફળીયુ, તા.શિનોરની ફરીયાદમા જણાવ્યા મુજબ રવિવારે તેઓના દિયર નામે સંજયસિહ હરીસિંહ રાણા રહે.ગોવિંદપાર્ક સોસાયટી, ડભોઇનાઓ પોતાની મારુતિવાનમા પરીવારના સભ્યોમાં મોટાભાઇ યોગેન્દ્રસિહ રાણા ઉ.વ.44, ભાભી દેવલતાબેન ઉ.વ.40, માતા ધર્મિષ્ઠાબેન ઉ.વ.65, બહેન હીતેશ્વરીબેન ઉ.વ.24, બે દિકરીઓ હીતાક્સીબેન ઉ.વ.10 અને માયરાબેન ઉ.વ.07ને બેસાડી સતિસાણા ગામે ગયા હતા

શિનોર તાલુકા ના સતિષાણા ગામ થી રાત્રીના સમયે 8,30 વાગે પરત ડભોઇ આવતા સાઠોડ નજીક માર્ગ પર આગળ ચાલતા સોનાલીકા ટ્રેકટરે બ્રેક મારતા ટ્રેકટરની પાછળ જોડેલી ટ્રોલીમા મારુતિકાર ભટકાવી દેતા કારમા સવાર તમામને નાનીમોટી ઇજાઓ થઈ હતી. જેમા ચાલકના મોટાભાઇ યોગેન્દ્રસિહ રાણાને માથામા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હોય તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યા ફરજ પરના તબીબે યોગેન્દ્રસિહ રાણાને મૃત જાહેર કર્યા હતા. ડભોઇ પોલીસે અકસ્માતની ફરીયાદના આધારે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *