નાનકડો દાડમનો દાણો બન્યો જીવલેણ, દોઢ વર્ષના બાળકના ગળામાં ફસાતા માસુમનું મોત

Death of an innocent child: રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દિયોદર ગામમાં બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. દિયોદરના ગોકુળનગર વિસ્તારમાં રમતા-રમતા બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જવાથી બાળકના શ્વાસ રૂંધાવા( Death of an innocent child ) લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર, બાળકનો તે દિવસે જન્મદિવસ પણ હતો. જેની ઉજવણી દરમિયાન દુ:ખદ ઘટના બની હતી. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ફરજ પર હાજર ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું.

જન્મદિવસની ઉજવણી દરમિયાન બની ઘટના
બાળકના જન્મદિવસે લઈ ઉજવણી માટે ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા આ કમકમાટી ભરી ઘટના બની હતી. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટર બાળકને બચાવી શકાય ન હતા. માતા-પિતાને ચેતવતા આવા કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચુક્યા છે.

આ પહેલાંસુરતમાં બાળક લોખંડની નટ ગળી ગયો હતો
સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનો ચાર વર્ષનો બાળક રમત-રમતમાં લોખંડનો નટ ગળી જતા પરિવાર દોડતું થઈ ગયું હતું. ત્યાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયેલા બાળકનો એક્સ -રે કરાવતા નટ ગળી ગયો હોવાનું સામે આવ્યું હતું. જ્યાં હોસ્પિટલના ડોકટરો દ્વારા બાળકને તાત્કાલિક હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડી બોલ્ટ કાઢવાના ઘણા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, પ્રાથમિક સારવારથી બોલ્ટ નીકાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

નવાપુરના કંરજાળી ગામે રહેતા સાજન ગાવીતનો 5 વર્ષીય બાળક ચહલ રમતા રમતા 5 સેમીનો સ્ક્રુ ગળી ગયો હતો. ત્યારપછી તેને ઉલટીઓ શરૂ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસ કરતા સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુએ શ્વાસનળીમાં ફરાયો હોવાનું સામે આવ્યું હતું.

જેથી એક પણ મિનિટની રાહ જોયા વગર માતા-પિતા સીધા ચહલને લઈને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ડોક્ટરને સમગ્ર માહિતી જણાવી હતી. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મહામહેનતે બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના શરીરમાંથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો અને બાળકનો જીવ પણ બચાવવામાં આવ્યો હતો.