તમિલનાડુ (Tamil Nadu)ના તિરુપુર(Tirupur) જિલ્લામાં પ્રેમ પ્રકરણમાં હત્યા (Murder)ની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આરોપ છે કે એક પ્રેમીએ તેની પ્રેમિકાને એટલા માટે સળગાવી દીધી કારણ કે તે યુવતી તેની સાથે લગ્ન કરવાની જીદ કરી રહી હતી. યુવતીની ઓળખ 19 વર્ષીય મુંબઈ (Mumbai)ની રહેવાસી પૂજા તરીકે થઈ છે.
પૂજા લોકેશના પ્રેમમાં હતી:
નોંધનીય છે કે, પૂજા તિરુપુરમાં એક સંબંધીના ઘરે રહેતી હતી. આ દરમિયાન તે કપડાના કારખાનામાં કામ કરતી હતી. તેણીને લોકેશ (22 વર્ષ) નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. 4 જાન્યુઆરીએ બંને નિર્જન જંગલમાં ગયા હતા. અહીં લગ્નને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
જીવ બચાવવા બૂમો પાડીને ભાગી ગયો હતો:
પૂજા તેના પ્રેમી લોકેશ સાથે લગ્ન કરવાની જીદ કરી રહી હતી. જેનાથી ગુસ્સે ભરાયેલા લોકેશે તેને માથામાં મારી હતી. આટલું જ નહીં તેણે પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી હતી. પોતાનો જીવ બચાવવા તે રડતા રડતા ત્યાંથી ભાગી ગઈ હતી. આ દરમિયાન આજુબાજુ હાજર લોકોએ આ જોઈને તેની તરફ દોડ્યા હતા.
લોકોને જોઈ લોકેશે ભાગવાનો પ્રયાસ કર્યો હતો:
લોકોને આવતા જોઈ લોકેશે ટુ-વ્હીલર પર ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પડી ગયો હતો અને ઘાયલ થયો હતો. બીજી તરફ લોકોએ યુવતીને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને પોલીસને જાણ કરી હતી.
સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું:
પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બાળકીને પ્રાથમિક સારવાર માટે તિરુપુર સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ અને ઘાયલ લોકેશને પણ પકડી લીધો. બીજી તરફ બાળકીની હાલત નાજુક બનતા તેને કોઈમ્બતુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું આજે મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે લોકેશ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.