Salangpur: હનુમાન દાદાને પૂનમ નિમિત્તે કરાયો ફૂલનો દિવ્ય શણગાર- દર્શન કરીને તમે પણ અનુભવો ધન્યતા

સાળંગપુર(Salangpur): સૌ લોકો જાણે છે કે, સાળંગપુર કષ્ટભંજન દેવનું(Salangpur Hanumanji Mandir) મંદિર વિશ્વ વિખ્યાત છે અને આ મંદિર 200 વર્ષ કરતા પણ વધારે જૂનું છે. આ મંદિરમાં કષ્ટભંજન દેવ(Kashtabhanjan Dev)ની મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ કષ્ટભંજન દેવના મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને સમગ્ર દેશમાંથી ભાવિક ભક્તો અહીં હનુમાન દાદા(Hanuman Dada)ના દર્શન કરવા અને શ્રીફળ ચડાવવા માટે અને માથું ટેકવવા અહી આવે છે.

ત્યારે આજે પુનમના દિવસે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવને એક વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધર્નુમાસ હોઈ રોજ વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યો છે. જેને નિહાળવા રોજ મોટી સંખ્યામાં ભક્તો પધારી રહ્યાં છે. ત્યારે હવે ધનુર્માસ અંતર્ગત શ્રી કષ્ટભંજનદેવ દાદાને હજારીગલ અને ગુલાબના ફૂલોનો દિવ્ય અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

ફક્ત એટલું જ નહી પરંતુ હનુમાન દાદાની મૂર્તિ તથા આખું ગર્ભગૃહ ફૂલોથી ભરી દેવામાં આવ્યું છે. ત્યારે ફૂલોનો દિવ્ય અને વિશેષ શણગારથી દાદા કઈ અલગ જ દેખાઈ રહ્યા છે. દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ વિખ્યાત છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *