ટ્રેન પણ હવે અમીરીના પાટે દોડી…ગરીબ-મધ્યમ વર્ગનો મરો, ભાડાંમાં બે ગણો ભાવ વધ્યો

Increase in Train Ticket Prices: અમદાવાદથી ઉપડતી પૈકીની મોટાભાગની ટ્રેનોમાં સ્લીપર કોચની(Increase in Train Ticket Prices) સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેની સામે A.C કોચની સંખ્યામાંવધારો કરવામાં આવ્યો છે. જેને કારણે મુસાફરોને હવે ડબલથી પણ વધુ ભાડું ચૂકવું પડશે.આ નિર્ણયથી મધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઈ છે. તેમજ બંધ કરાયેલા સ્લીપ કોચને ફરીથી વધારવા માટેની માગણી કરવામાં આવી રહી છે.

રેલવેની જ એક સમિતિ અનુસાર, ડીઆરયુસીસીના પૂર્વ સભ્ય કશ્યપ વ્યાસે આ સંદર્ભમાં રેલવેમાં ITI કરી હતી. જેના જવાબમાં રેલેવે દ્રારા ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. જેમકે લાંબા અંતરની હાવડા ટ્રેનમાં પહેલા 10 સ્લીપર કોચ હતા જે ઘટાડીને માત્ર હવે પાંચ કરી દેવામાં આવ્યા છે. નવજીવન એક્સપ્રેસના 10 સ્લીપર કોચ ઘટાડીને 5 કરવામાં આવ્યા છે. જ્યારે હરીદ્રાર એક્સપ્રેસના 10 કોચમાંથી 6,દીલ્હી જતી આશ્રમ એક્સપ્રેસના 12 માંથી 6, મુંબઈ જતા ગુજરાત મેલના 8માંથી 6 અને મુંબઈ જતી લોકશક્તિ ટ્રેનના 10માંથી 6 કોચને ઘટડો કરી દેવામાં આવ્યા છે.

સ્લીપર કોચ ઘટાડાની સામે રેલવેએ આ તમામ ટ્રેનમાં A.C કોચની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં હાવરામાં 3 ટાયરના ચાર કોચ વધારી દેવામાં આવ્યા છે. નવજીવનમાં ઈકોનોમીના 3 અને બાકીની ટ્રેનોમાં ઈકોનોમીના 2-2 કોચ વધારવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, દરેક ટ્રેનમાથી બીજા વર્ગના 50 ટકા કોચ ઓછા કરવાથી મધ્યમવર્ગની પ્રજાને હવે મુસાફરી કરવી મોંધી પડી શકે છે. ઉપરાંત દરેક ટ્રેનમા તત્કાલ ક્વોટા,પ્રીમિયમ તત્કાલ એટલે જનરલ પ્રજાને જવા માટેનો ક્વોટા 70 ટકા ઘટાડવામાં આવ્યા છે. સરકાર બધી રીતે કમાઇ લેવા માગે રહી છે. સીઝનલ ઇમર્જન્સી ક્વોટાની 85 ટકા ટિકિટ તો રેલ મંત્રાલય માગી લે છે.

ઘણીવાર તો અધીકારી ઓન ડ્યુટી સ્ટાફને પણ રીઝર્વેશન આપી શકતા નથી તથા કિડનીના દર્દીઓને A.C ના બદલે સ્લીપરમાં મુસાફરી કરવાની ફરજ પડે છે. આવો નિર્ણય શા માટે અને કોને લીધો તે જાણવા માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા પણ કોઈ અધિકારીએ સરકારી ફોન ઉઠાવવાની તસ્દી પણ લીધી નહોતી.