ઘોર કળિયુગ! વટવામાં સગી દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું, જાણો અમદાવાદનો હચમચાવી દેતો કિસ્સો

Published on Trishul News at 3:54 PM, Sat, 30 March 2024

Last modified on March 30th, 2024 at 3:56 PM

Ahmedabad News: દીકરી એક પિતાનું હરતું ફરતું હ્રદય છે.પરંતુ અમદાવાદમાં પિતા-પુત્રીના સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની પત્ની જતી રહેતા સગા બાપે પોતાની સગીર વયની દીકરી પર દાનત બગાડી હતી.જે બાદ મારી નાખવાની ધમકી આપી એક વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ ગુજારતો રહ્યો. અવારનવાર નરાધમ પિતા દ્વારા કરવામાં આવતા શોષણથી માનસિક રીતે ભાંગી(Ahmedabad News) પડેલી સગીરાએ આખરે પોતાના મિત્રને હેવાન પિતાની સમગ્ર હકીકત જણાવી. જે બાદ સગીરા પોલીસના શરણે પહોંચતા નરાધમ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દીકરી પર દાનત બગાડી તેને પીંખી નાખી
અમદાવાદના વટવા વિસ્તારમાં પિતા તેના ત્રણ સંતાનો સાથે રહી છુટક મજૂરી કરતો હતો. જોકે, તેની પત્ની છેલ્લા આઠ વર્ષથી ઘર છોડીને જતી રહી હોવાથી ત્રણેય સંતાનોનો ઉછેર તે પોતેજ કરતો હતો. જેમાં તેણે પોતાની 15 વર્ષીય મોટી દીકરી પર દાનત બગાડી હતી. છેલ્લા એક વર્ષથી સગીર વયની દીકરીને મારી નાખવાની ધમકી આપી સગો પિતા તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. નરાધમ પિતાની હરકતોથી ભાંગી પડેલી સગીરાએ પોતાના મિત્રને પોતાની આપવિતી વર્ણવી હતી. જે બાદ તે પોલીસના શરણે પહોંચતા પોલીસે નરાધમ પિતા વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

નરાધમ પિતાની ધરપકડ
આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો છે. છેલ્લા થોડા વર્ષોથી અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. આરોપી પિતા કલર કામની છૂટક મજૂરી કરે છે. પોતાની સગીર દીકરીને કોઈ યુવક સાથે મિત્રતા હોવાથી તેની સાથે મોબાઈલ પર છુપીને વાતચીત કરતી હતી. જેની જાણ તેના ભાઈએ પિતાને કરી હતી. જેથી પિતાએ આ તકનો લાભ ઉઠાવી દીકરીને ઠપકો આપવા કે સમજાવવાની જગ્યાએ તેના પર દાનત બગાડી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, દીકરીએ પણ તેના પિતાની હરકત પોતાના મિત્રને કહી હતી. જે બાદ દીકરીની ફરિયાદને આધારે વટવા પોલીસે પિતા વિરૂદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હેવાન પિતાની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

હાલ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી સગીરાની ફરિયાદ મુજબ છેલ્લા એક વર્ષથી પિતાએ પર બે વાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતા 3 સંતાનો અને તેના પતિને 8 વર્ષ પહેલા ઘરકંકાસના કારણે ઘર છોડીને જતી રહી હતી.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]