ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ લોકપ્રિય હિરોઈનની પોકેટમારીના આરોપ હેઠળ થઇ ધરપકડ- મળી આવ્યા આટલા રૂપિયા

મનોરંજન(Entertainment): બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી(Bengali film industry)ની જાણીતી હિરોઈન રૂપા દત્તા(Rupa Dutta) વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, ટોલીવુડ હિરોઈન(Tollywood actress) રૂપા દત્તાની મહાનગરમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં પોકેટમા(Pickpocketing)રીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી કેટલાય ખિસ્સામાં ભરેલા પૈસા મળી આવ્યા છે, જેમાં કુલ રૂ. 75,000 મળી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુસ્તક મેળામાં તૈનાત પોલીસકર્મીઓએ એક મહિલાને ત્યાં હાજર ડસ્ટબિનમાં પૈસાની થેલી ફેંકતી જોઈ. જ્યારે તેણીને શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી તો તેણીએ ગોળગોળ જવાબો આપવાનું શરૂ કર્યું. આ પછી જ્યારે તેની બેગની તલાશી લેવામાં આવી તો તેમાંથી પૈસાની ઘણી બેગ મળી આવી. જેમાં કુલ રૂ.75,000નો મુદ્દામાલ હતો. આ પછી તેને બિધાનનગર ઉત્તર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ત્યાં સખત પૂછપરછ બાદ તેની ઓળખ રૂપા દત્તા તરીકે થઈ હતી.

રૂપાએ ટોલીવુડની ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે કેટલીક હિન્દી સિરિયલોમાં પણ કામ કર્યું છે. જો રૂપા દત્તા સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે તો પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં, હિરોઈન પાસે આખરે આટલા પૈસા ક્યાંથી આવ્યા તે જાણી શકાયું નથી, આ દરમિયાન મહિલાએ પિકપોકેટિંગની કબૂલાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *