ગુજરાતની લોકપ્રિય ગાયિકા અલ્પા પટેલ લગ્ન ગ્રંથિથી જોડાયા, જુઓ કોણ છે વરરાજા – આ કલાકારોએ કેવી બોલાવી સંગીતની રમઝટ

અલ્પા પટેલ(Alpa Patel) અને ઉદય ગજેરા(Uday Gajera) ના લગ્ન ખુબજ ધામધૂમ કરવામાં આવ્યા હતા. તેમના લગનમાં મોટા મોટા કલાકર સાધુ સંતો સહીત રાજકીય ક્ષેત્રે નામના ધરાવતા મોટા લોકો એ પણ હાજરી આપી હતી. જો વાત કરીએ અલ્પા પટેલ ના જેમની સાથે લગન થયા છે તેવા ઉદય ગજેરાની તો ઉદય ગજેરા પોતે શીમાંશી ગામના જે મેંદરડા તાલુકા ના જુનાગઢ જીલ્લા માં આવેલું છે.

હાલમાં તેઓ અમદાવાદ ખાતે મ્યુંન્સીપાલટી માં અકાઉનટ ડીપાર્ટમેંટ માં છે. તેઓ ના લગ્ન માં રાજકીય ક્ષેત્ર ની મોટી હસ્તીઓ પધારીં હતી જેમાં પૂર્વ મીનીસ્ટર જયેશ ભાઈ રાદડિયા, ખોડલ ધામ ચેરમેન નરેશ ભાઈ પટેલ, ખોડલ ધામ ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી, બગસરા ના પૂર્વ ધારા સભ્ય લલિત ભાઈ કોટડીયા અને અન્ય કેટલાક રાજકીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

તેવી જ રીતે જો વાત કરીએ કલાકારો ની તો કલાકારો નો પણ મેળાવડો જામ્યો હતો જેમાં કીર્તીદન ગઢવી, જીગ્નેશ કવિરાજ, સાયરામ દવે,ઓસમાન મીર, રાજભા ગઢવી,હિતેશ અંટાળા, સુખદેવ ધામેલીયા, ઘનશ્યામ લખાણી,કિરણ ગજેરા, દેવાયત ખાવડ, શીતલ બેન બારોટ, મયુર દવે, વિપુલ હરખાણી, તારક પાંધી ટ્વિન્કલ પટેલ, નમ્રતા બેન ઘોડાદ્રા સહીત અન્ય કેટલાય નામ્ચીન કલાકારો લગનમાં આવ્યા હતા ને રંગ જમાવ્યો હતો.

રાજકીય આગેવાનો અને કલાકર સહીત સંતો મહંતો પણ આ નવ યુગલ ને પોતાના આશીર્વાદ આપવા માટે ખાસ પધાર્યા હતા જેમાં મહંત શ્રી યોગી ગુરુ શ્રી શેલ્નાથ બાપુ, નેશ્ડી થી લવજી બાપુ, નાગદરા થી ગોરા બાપુ અને પરબ ધામ થી કેતન બાપુ સહીત ઘણા બધા સંતો મહંતો પધાર્યા હતા.

અલ્પા પટેલ અને ઉદય ગજેરા ના લગન ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા જેમાં કલાકરો એ ગીત સંગીત ની રામજટ બોલાવી હતી અને સૌ કોઈ આનદ થી ગરબે જુમી ઉઠ્યા હતા, અને આ બંને વર વધુ લગન ગ્રંથીં થી જોડાયા હતા.

લગ્ન પહેલા તેમને ભવ્ય પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી છે. થોડા દિવસો પહેલા જ અલ્પા પટેલે સગાઈ કરી હતી.

અલ્પા પટેલે જ્યારે પોતાના કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી પરંતુ આજે તેઓ એક પ્રોગ્રામના 1 લાખથી લઇને 1.25 લાખ સુધી ચાર્જ લે છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તે બાદથી તેઓ મામાના ઘરે જ રહી અભ્યાસ કરતા હતા. તેમનો ઉછેર મામાના ઘરે જ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *