TV જગતમાં તેમજ ભજન-ભક્તિમાં ખુબ જ નામ ધરાવતાં હેમંત ચૌહાણને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.રાજકોટમાં આવેલ સ્ટુડિયો સંચાલકને ધમકી આપવાં બાબતે પ્રખ્યાત ભજનિક હેમંત ચૌહાણની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
જો, ત્યારબાદ જામીન પર છૂટકારો પણ મળી ગયો હતો. થોડા દિવસ પહેલાં જ હેમંત ચૌહાણની કથિત ઓડિયો ક્લીપ ઘણી વાયરલ થઈ હતી. રાજકોટમાં આવેલ શિવ સ્ટુડિયોનાં ભાવિનભાઈ ખખ્ખરે A-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગાયક કલાકાર હેમંત ચૌહાણની સામે અરજી કરવામાં આવી હતી.
જેને આધારે પોલીસ દ્વારા એમની અટકાયત કરવામાં આવી હતી.અહી મહત્વનું તો એ છે, કે વર્ષ 2015માં હેમંત ચૌહાણ દ્વારા ફરિયાદીને કોલ પર પગ ભાંગી નાંખવાની તેમજ માર મારવાની ધમકી આપવામાં આવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આ અરજી A-ડિવિઝનમાં ટ્રાન્સફર થતાંની સાથે જ પોલીસે હેમંત ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી.
હેમંત ચૌહાણે ધમકી આપી હોવાનું સામે આવતાંની સાથે જ એમનાં ચાહકોમાં ચર્ચા થવાં લાગી છે.શિવ સ્ટુડિયોવાળા ભાવીનભાઈ ખખ્ખરે જણાવતાં કહ્યું હતું, કે ઓડીયો કલીપ વાયરલ થયા બાદ મે પોલીસને અરજી કરી હતી. ત્યારપછી કેટલાંક દિવસો બાદ કાર્યવાહી થઈ કે ન થઈ એ જાણવા માટે RTI પણ કરવામાં આવી હતી. ત્યારે A- ડિવિઝન પોલીસે અરજીને આધારે અટકાયત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews