સુરત: કતારગામ વિસ્તારમાં IPL ની મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા બે ઝડપાયા

રાજ્યમાં અવાર-નવાર IPL ઉપર સટ્ટો રમનાર વ્યક્તિને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી રહે છે. IPLની શરુઆત થતાંની સાથે જ સુરતમાં બુકીઓ ગેલમાં આવી ગયા છે.…

રાજ્યમાં અવાર-નવાર IPL ઉપર સટ્ટો રમનાર વ્યક્તિને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી રહે છે. IPLની શરુઆત થતાંની સાથે જ સુરતમાં બુકીઓ ગેલમાં આવી ગયા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ બુકીઓને પકડી પાડવા માટે નેટવર્ક કામે લગાવ્યુ છે.

પોલીસ કમિશનર અજયકુમાર તોમરના આદેશથી સુરત શહેર વિસ્તારમાં દારૂ તેમજ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી છે. એવામાં હાલમાં આઈપીએલની સિઝન પણ શરૂ છે. જેમાં સટોડિયાઓને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

આ દરમ્યાન ગઈકાલના રોજ પોલીસને બાતમી મળતા કતારગામ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસને કતારગામ વિસ્તારમાંથી IPL ની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપી રત્નકલાકાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસે દરોડા પાડી રત્નકલાકાર મહેશ ધીરૂભાઇ બોરીચા (ઉ.વ. 29) ને મોબાઇલ ફોનમાં GALAXY EXCH99 નામની વેબસાઇટ પર બુકી દ્રારા આપવામાં આવેલા આઇડી-પાસવર્ડનો ઉપયોગ કરી આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પોલીસે મહેશની અંગ જડતી કરતા તેની પાસેથી રોકડા 15,120 અને મોબાઇલ ફોન 8 હજારની કિંમતનો મળી આવ્યો હતો. મહેશની પૂછપરછમાં વરાછા રાજહંસ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા બુકી સુમીત હરજી ગોલ (રહે. લાઠી રોડ, તા. લીલીયા, જિ. અમરેલી) ને ઓનલાઇન ભાવ લખાવી સટ્ટો રમતો હતો જ્યારે હારજીતનો ફાઇનલ હિસાબ લાલજી ગોબર ગજેરા (ઉ.વ. 34) લઇ જતો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે વરાછા રાજહંસ કોમ્પ્લેક્ષમાં દરોડા પાડી સર્ચ કરતા ટેબલના ખાનામાંથી રોકડા રૂ. 5.30 લાખ મળી આવ્યા હતા. પોલીસે રોકડ મત્તા ઉપરાંત મહેશ અને લાલજીના મોબાઇલ ફોન મળી કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બુકી સુમીત ગોલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે કતારગામ વિસ્તારમાં IPL ઉપર સટ્ટો રમતા બે વ્યક્તિને દરોડા પાડીને ઝડપી પડ્યા છે. પોલીસએ બે રત્ન કલાકારને 5.55 લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે. આઈડી આપનાર અને સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી સુમિત ગોલને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર્કારવામાં આવ્યો છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *