વધતી વસ્તીને રોકવા માટે, UP સરકારે અનોખો ફોર્મ્યુલા તૈયાર કર્યો છે. હાલ UPમાં વસ્તી વાયુવેગે વધી રહી છે અને દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય પણ UP જ બની ગયું છે. છેલ્લા કેટલાય સમયથી વસ્તી નિયંત્રણના નામે રાજકારણ થતું આવતું હતું પરંતુ હાલ તેના પર કામ પણ થયું છે અને યોગી સરકાર દ્વારા એક ખાસ ફોર્મ્યુલા પણ તૈયાર કરવામાં આવ્યો છે.
સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) વસ્તી નિયંત્રણ અંગે યુપી સરકારની નવી નીતિની ઘોષણા કરી અને કહ્યું કે, કેવી રીતે વસ્તી ઉત્તરપ્રદેશના વિકાસના માર્ગમાં અવરોધ બની છે. આ નીતિનું લક્ષ્ય વસ્તી સ્થિરતા હાંસલ કરવાનું છે, એટલે કે રાજ્યમાં વસ્તી વૃદ્ધિ દરને વધતા અટકાવવાના પ્રયાસો કરવામાં આવશે.
રાજ્ય કાયદા પંચ દ્વારા તૈયાર કરાયેલા મુસદ્દામાં, વસ્તી નિયંત્રણ માટે સખત ભલામણોની હિમાયત કરવામાં આવી છે, જેમાં સરકારી નોકરીથી તમામ સુવિધાઓથી વંચિત રહેવાની વાત કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે કાયદા પંચની કેટલીક ભલામણોને પણ તેના કડક અમલ માટે મંજૂરી આપી શકાય છે.
૧. આ મુસદ્દામાં એવું કહેવામાં આવ્યું છે કે બે કરતા વધારે બાળકો ધરાવતા વ્યક્તિનું રેશનકાર્ડ ચાર સભ્યો સુધી મર્યાદિત રહેશે અને તે કોઈપણ પ્રકારની સરકારી સબસિડી મેળવવા માટે પાત્ર રહેશે નહીં.
૨. કાયદો લાગુ થયાના એક વર્ષમાં, સ્થાનિક સરકારની ચૂંટણીઓમાં ચૂંટાયેલા તમામ સરકારી કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓને એફિડેવિટ આપવી પડશે કે તેઓ નિયમનો ભંગ કરશે નહીં.
૩. સોગંદનામું આપ્યા પછી, જો તેઓ ત્રીજા બાળકને જન્મ આપે તો ડ્રાફ્ટમાં બઢતી અટકાવવા અને સરકારી કર્મચારીઓને બરતરફ કરવાની ભલામણ કરવામાં આવી છે. જો કે, ત્રીજા બાળકને દત્તક લેવા પર કોઈ પ્રતિબંધ નથી.
૪. બે બાળકોની નીતિને અનુસરે અને સ્વૈચ્છિક નસબંધી હોય તેવા માતા-પિતાને સરકાર વિશેષ સુવિધા આપશે.
૫. આવા સરકારી કર્મચારીઓને બે એક્સ્ટ્રા પગાર વૃદ્ધિ, જીવનસાથીને વીમા કવરેજ, સરકારી આવાસ યોજનાઓમાં છૂટ, પીએફમાં એમ્પ્લોયરના યોગદાનમાં વધારો જેવી ઘણી સુવિધા મળશે.
૬. જેની પાસે સરકારી નોકરી નથી, તેવા લોકોને ડ્રાફ્ટમાં પાણી, વીજળી, હોમ ટેક્સ, હોમ લોન જેવી અનેક સુવિધાઓ પ્રદાન કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.
૭. બે કરતા વધારે બાળકો ધરાવતા વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભ મળશે નહીં. તે વ્યક્તિ સરકારી નોકરી માટે અરજી કરી શકશે નહીં અથવા કોઈ સ્થાનિક સંસ્થા માટે ચૂંટણી લડશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.