પોષી પૂનમ એટલે આજ મહિલાઓ કરો આ 3 ઉપાય: માતા લક્ષ્મી તમારા ભાઈ પર થશે અતિપ્રસન્ન

Paush Purnima Upay: પોષ મહિનાની પૂનમ લક્ષ્મીને સમર્પિત હોય છે. આ વર્ષે 13 જાન્યુઆરીનાં દિવસે પોષી પૂનમ છે. પોષી પૂનમનું અનેક રીતે મહત્વ રહેલું છે. પોષી પૂનમ વિધિ વિધાનથી તમે કરો છો તો મા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવાથી આર્થિક (Paush Purnima Upay) તકલીફોમાંથી રાહત મળે છે. પોષી પૂનમનાં કેટલાક ઉપાયો તમને આર્થિક તંગીમાંથી છૂટકારો અપાવી શકે છે. તો જાણો પોષી પૂનમનાં દિવસે મા લક્ષ્મીને ખુશ કરવાનાં ઉપાયો.

પોષ મહિનાની પૂનમ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. ત્યારે આવતીકાલે પોષી પૂનમ છે. આ દિવસે મા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરવાથી આર્થિક તકલીફોમાંથી રાહત મળે છે. પોષી પૂનમનાં કેટલાક ઉપાયો તમને આર્થિક તંગીમાંથી છૂટકારો અપાવી શકે છે. ધાર્મિક પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે પોષ પૂર્ણિમાના દિવસે સાધકને સ્નાન, દાન અને ધાર્મિક કાર્યો કરવાથી શુભ ફળ મળે છે. આ સાથે ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ પણ પૂર્ણિમાના દિવસે વિશેષ લાભદાયક છે.તો જાણો પોષી પૂનમનાં દિવસે મા લક્ષ્મીને ખુશ કરવાનાં ઉપાયો.

સત્યનારાયણ કથાનું મહત્વ
પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. આમ કરવાથી ભક્તના તમામ દુ:ખ દૂર થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન સત્યનારાયણ હંમેશા સત્ય બોલવાનો સંદેશ આપે છે. સત્યનારાયણની કથામાંથી આપણે ઘણા પાઠ શીખીએ છીએ, જેમ કે વ્યક્તિએ પોતાના સંકલ્પને ક્યારેય ભૂલવો ન જોઈએ અને ક્યારેય ભગવાનના પ્રસાદનું અપમાન ન કરવું જોઈએ.

આ કામ કરો
પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરનાર સાધકે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરવું જોઈએ. આ પછી, બાજોઠ પર કળશ મૂકો અને ભગવાન સત્યનારાયણની તસવીર મૂકો અને શુભ સમયે તેની પૂજા કરો. પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. સાંજે પંડિતને બોલાવો અને પરિવાર સાથે સત્યનારાયણની કથા સાંભળો. આ પછી ભગવાનને ચરણામૃત, પાન, તલ, રોલી, કુમકુમ, ફળ, ફૂલ, સોપારી અને દુર્વા વગેરે અર્પિત કરો. અંતમાં કથાનો પ્રસાદ તમામ લોકોમાં વહેંચો.

આ કામ ચોક્કસપણે કરો
પૂર્ણિમાના દિવસે દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અભિષેક કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. અભિષેક પછી ભગવાન વિષ્ણુને નવા વસ્ત્રો પહેરાવો અને તેમને ફૂલોથી શણગારો. આ પછી, અગરબત્તી પ્રગટાવો અને ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. અંતે, મીઠાઈઓ ચઢાવો અને વિષ્ણુ અને મા લક્ષ્મીની આરતી કરો.

કરો આ પાઠ
જો તમે આ અદ્ભુત યોગમાં કોઈ વસ્તુ ખરીદી શકતા નથી તો માં લક્ષ્મીની વિધિવત પૂજા કરવાની સાથે શ્રી સૂક્તનોપાઠ કરો. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.

વૈવાહિક જીવનને સુખમય અને સફળ બનાવવા માટે પૂનમની રાત્રે ચંદ્રમાને જળ આપો. આવુ કરવાથી વૈવાહિક જીવન લાંબુ ચાલે છે.
આ ઉપરાંત ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પૂર્ણિમાની રાત્રે ચંદ્રના દર્શન પછી ચાંદીના લોટામાં દૂધ અને ચોખા નાખીને ચંદ્રમાને અર્ધ્ય અર્પિત કરો અને મનમાં ૐ સોમાય નમ: નો જાપ કરો.

પૂનમની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી જળ અર્પિત કરો.
પૂનમના રોજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં શ્રીયંત્ર, કુબેર યંત્ર અને દક્ષિણાવર્તી શંખ લાવો અને તેની નિયમિત પૂજા કરો.